kali chaudas pujan do this way, it will give blessings
  • Home
  • Astrology
  • મંગળવારી કાળીચૌદશનો વિશેષ સંયોગ, આ રીતે કરશો પૂજન તો મળશે વધું લાભ

મંગળવારી કાળીચૌદશનો વિશેષ સંયોગ, આ રીતે કરશો પૂજન તો મળશે વધું લાભ

 | 10:05 am IST

કાળી ચોદશ એ વીર તિથિ છે. આ દિવસે હનુમાનજી અને ભૈરવની ઉપાસના થાય છે. જો તમે પણ આ દિવસે હનુમાનજીની કે ભૈરવની કે સુરધનની પૂજા કરતાં હોય તો અહિં આપેલી ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખો.

તહેવારોમાં કાળી ચૌદશનું વિશેષ મહત્વ છે કારણ કે તે કાલરાત્રિની આગળની રાત હોય છે. કાળી ચૌદશની રાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અનેક લોકો હનુમાનજીની પૂજા કરે છે. તેમના માટે મલીદો બનાવે છે. તો અનેક લોકો સુરધનના દર્શન કરવા જાય છે. ભાત ખાય છે. તો અનેક લોકો ભૈરવના દર્શને જાય છે. માતાજીના બંને વીર કાળ ભૈરવ અને બટુક ભૈરવની સાધના કરે છે. અનેક લોકો કાળી ચૌદશની રાતે સ્મશાન સાધના પણ કરે છે. ખાસ કરીને તાંત્રિકો માટે આ રાત અતિ મહત્વની હોય છે.

તાંત્રિકો સિદ્ધિ માટે જેવી કે યોગિની વિદ્યા, કર્ણ પિશાચિની વિદ્યા, ડાકિની વિદ્યા, શંખિણી સાધના, ભૈરવી સાધના જેવી સાધનાઓ પણ કરતાં હોય છે. તો અનેક લોકો માત્ર સ્મશાન સાધનાઓ પણ કરતાં હોય છે. તેમાંયે આ વર્ષે કાળી ચૌદશ અને મંગળવારનો મહાસંયોગ છે. તેથી આ વર્ષે આ સાધનાનું મહત્વ વધી જાય છે. જ્યારે સામાન્ય માનવી હનુમાનજી અને ભૈરવની પૂજા કરીને પ્રાર્થના કરે છે. એ દેવ નકારાસ્તક શક્તિઓ જેવી કે મૂઠ, ચોટ, વળગાળ જેવી બાબતોથી બચાવજો. કોઈના નજરદોષથી બચાવજો. એક રક્ષા કવચ આપજો. જેથી કોઈ પણ આવી શક્તિઓ સ્પર્શી પણ ન શકે. કહેવાય છે કે જે વ્યક્તિઓ હનુમાનજીની કે ભૈરવની સાધના કરે તેને કોઈ નકારાત્મક શક્તિઓ સ્પર્શી શકતી નથી.

મંગળવારે ધ્યાનમાં રાખજો આ વાતો
– મંગળવારે હનુમાનજી કે ભૈરવના મંદિરે કેળા, ગોળ, લાલ રંગના ફુલ, જનોઈ, સોપારી વગેરે લઈને જવું. આમ કરનાર ભક્તની ધન પ્રાપ્તિ સહિતની ઈચ્છા પૂર્ણ થાય છે.
– મંગળવારે હનુમાનજી કે ભૈરવના મંદિરમાં બેસીને જ બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તમામ સમસ્યાઓથી છુટકારો મળશે.
– મંગળવારે લાલ અથવા કેસરી રંગના કપડાં પહેરવા. હનુમાનજીના કે ભૈરવના મંદિરે દર્શન કરી અને તેમના ચરણોના સિંદૂરથી તિલક કરવું.
– મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો હનુમાનજી ઝડપથી પ્રસન્ન થશે. અથવા ભૈરવ રૂરૂમંત્રનો જાપ કરવો.
– મંગળવારે હનુમાનજીને મંદિરમાં ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું. આ ઉપાયી હનુમાનજી મનોકામના ઝડપથી પૂર્ણ કરે છે.