રાજકોટવાસીઓના રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, બેકાબૂ કાર પેટ્રોલ પંપમા ઘૂસી - Sandesh
NIFTY 11,394.45 -40.65  |  SENSEX 37,725.69 +-126.31  |  USD 70.3000 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાજકોટવાસીઓના રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, બેકાબૂ કાર પેટ્રોલ પંપમા ઘૂસી

રાજકોટવાસીઓના રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, બેકાબૂ કાર પેટ્રોલ પંપમા ઘૂસી

 | 2:15 pm IST

રાજકોટમાં એક બેકાબૂ કાર પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હતી. રાજકોટના કાલાવાડ રોડ પર સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં એક બેકાબૂ કાર ચાલકે પહેલા તો બે બાઈકને અડફેટે લીધી હતી, અને બાદમાં તે પેટ્રોલ પંપમાં ઘૂસી ગયો હતો.

બેકાબૂ બનેલી કારે પેટ્રોલ પંપમાં રીક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક બાઈક ચાલક વૃદ્ધ હોવાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતથી લોકોના ટોળા ભેગા થયા હતા.

બેકાબૂ કારની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, પેટ્રોલ પંપ પરનું ફ્યુઅલ મશીન પણ તૂટી ગયું હતું. તો બીજી તરફ, રીક્ષામાં બેસેલ માણસનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પરંતુ અકસ્માત સર્જિને કારચાલક પોતાની કાર મૂકીને ભાગી ગયો હતો. હાલ પોલીસે કારચાલક અને કારની માલિકી વિશે તપાસ શરૂ કરી છે.