SPG Bill Passed In Rajya Sabha After Lok Sabha, Congress MP's Walkout
  • Home
  • Featured
  • SPG બિલ રાજ્યસભામાં પસાર, PMને જ મળશે આ સુરક્ષા અને એ પણ આટલા સમય સુધીજ

SPG બિલ રાજ્યસભામાં પસાર, PMને જ મળશે આ સુરક્ષા અને એ પણ આટલા સમય સુધીજ

 | 5:30 pm IST

એસપીજી સુરક્ષા બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. બિલ પર મતદાન પહેલા જ કોંગ્રેસના સાંસદોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. અગાઉ આ બિલ લોકસભામાં પસાર થઈ ચુક્યું છે. આ સાથે જ હવેથી માત્ર વડાપ્રધાન અને તેમના પરિવારને જ એસપીજી સુરક્ષા મળશે. આ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

હવેથી એસપીજી બિલની નવી જોગવાઈ પ્રમાણે આ સુરક્ષા માત્ર વડાપ્રધાન અને તેમની સાથે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા તેમના પરિવારોને જ મળશે. આ ઉપરાંત વડાપ્રધાન પદેથી હટ્યાના 5 જ વર્ષ સુધી આ સુરક્ષા મળશે. ત્યાર બાદ તેને આપોઆપ હટાવી લેવામાં આવશે. અત્યાર સુધી આ સુરક્ષા ગાંધી પરિવાર સહિતનાને મળતી હતી. જેને હટાવીને તેમને ઝેડ પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવશે.

આ મામલે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે તો માત્ર ગાંધી પરિવાર જ નથી દેશમાં 130 કરોડ લોકો પણ છે જેની સુરક્ષાની જવાબદારી સરકારની છે. માત્ર એસપીજીને લઈને જ હઠ કેમ કરવામાં આવી રહી છે? ગાંધી પરિવાર માત્ર એસપીજી સુરક્ષા જ કેમ ઈચ્છે છે?

શાહે કહ્યું હતું કે, એસપીજી સીઆરપીએફ, બીએસએફ અને અન્ય અર્ધસૈનિક દળોના જવાનોની બનેલી છે, આ ત્રણેય ફોર્સના જવાનોમાં ગાંધી પરિવારના સભ્યોની સુરક્ષા કરી રહેલા સીઆરપીએફના જવાનો પણ હોય છે જે એસપીજીમાં કામ કરી કરતા હોય છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એસેસમેંટના આધારે આ પરિવારની સુરક્ષા માત્ર બદલવામાં આવી છે, નવા બિલમાં માત્ર વડાપ્રધાન મોદીને માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અમે કંઈ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા. અહીં એક બે સભ્યો એમ કહેતા હતાં કે, આ  બિલ એક-બે પરિવારોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. પરંતુ જે જુના કાયદા હતા તેને અંતર્ગત જ ગાંધી પરિવારની સુરક્ષા સામીક્ષા કરવામાં આવી અને ત્યાર બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન