Spiritual bhaibij importance video
  • Home
  • Featured
  • કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે ભાઇબીજ, જાણો સુંદર કથા

કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે ભાઇબીજ, જાણો સુંદર કથા

 | 9:58 am IST

શુભ સંકલ્પો સાથે નુતન વર્શના પ્રારંભ બાદ આજે છે કારતક સુદ દ્વિતીયા.. આ દિવસ ભાઇ બહેનના સ્નેહ સંબધનો સાક્ષી છે.. જેથી જ તો ભાઇબીજનો આ પર્વ ભાતૃદ્વિતીય પણ કહેવાય છે,, રક્ષાબંધનની જેમ ભાઇબીજ પણ ભાઇ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો પર્વ છે.. જો કે પરંપરાનો ભેદ અવશ્ય છે.. રક્ષાબંધનમા ભાઇ રક્ષાની જવાબદારી લે છે, તો ભાઇબીજ પર બહેન ભાઇના કલ્યાણની કામના કરે છે..

કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ ભાઈ-બહેનના પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. તેને ભાતૃ દ્રિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.. આ દિવસે કેટલીક બહેનો પોતાના પ્રિય ભાઈના દિર્ધ આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે. ભાઈબીજ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે, ત્યાં બહેન કુમકુમ અને અક્ષત દ્રારા ચાંદલો કરીને ભાઈનું સ્વાગત કરે છે અને તેના ઉજ્જવળ જીવન માટે આશીર્વાદ આપે છે. બહેન તેને પ્રેમભેર સ્વાદીષ્ટ પકવાનો ખવડાવે છે અને ભાઈ દક્ષિણા અથવા ઉપહાર આપીને પોતાની બહેનના શુભાશીષ ગ્રહણ કરે છે. અપમૃત્યુ ટાળવા માટે ધનતેરસ, નરકચતુર્દશી (કાળી ચૌદસ) અને યમદ્વિતીયાના દિવસે મૃત્યુની દેવતા ‘યમધર્મ’નું પૂજન કરે છે.