Spiritual Budh Pradosh Vrat - Any wish will be fulfilled in today's beautiful yog
  • Home
  • Astrology
  • બુધ પ્રદોષ વ્રત – આજના સુંદર યોગમાં પૂરી થશે દરેક પ્રકારની મનોકામના

બુધ પ્રદોષ વ્રત – આજના સુંદર યોગમાં પૂરી થશે દરેક પ્રકારની મનોકામના

 | 11:02 am IST

આજે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે. આજે ભગવાન શિવના હેતુ માટે પ્રદોષ ઉપવાસ કરવાનો નિયમ છે. આ દિવસોમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય છે જે બે સપ્ટેમ્બરથી લઇને 12 સપ્ટેમ્બર સુધી રહેવાની છે. આજે 11 સપ્ટેમ્બર, બુધવારનો દિવસ છે જે ગણેશના ફેવરિટ દિવસોમાંથી એક છે અને સાથે બુધ પ્રદોષ વ્રતનો સુંદર સંયોગ બની રહ્યોછે. ત્રયોદશી વ્રતમાં સાંજે ભગવાન શિવની પૂજા કરવાનું વિધાન છે અને આજકાલ ગણેશની પૂજા પણ સાંજે થઇ રહી છે. જેથી ગણેશ મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થશે અને તમારી દરેક મનો કામના પુરી કરશે.

उच्छिष्ट गणपति का मंत्र: ॐ हस्ति पिशाचि लिखे स्वाहा

આળસ, નિરાશે, કંકાશ, વિધ્ન દૂર કરવા માટે વિધ્ન રાજા રૂપની આરાધનાનો આ મંત્રનો જાપ કરો.

गं क्षिप्रप्रसादनाय नम:

વિધ્નને દૂર કરવા ધન અને આત્મબળની પ્રાપ્તિ માટે હેરમ્બ ગણપતિનો મંત્રનો જાપ કરો

ॐ गूं नम:

રોજગારની પ્રાપ્તિ તેમજ આર્થિક વૃદ્ધિ માટે લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરો.

ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

વિવાહમાં આવતા દોષને દૂર કરનારને ત્રિલોક મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી યોગ્ય પાર્ટનર સાથે સમયસર વિવાહ થાય છે.

ॐ वक्रतुंडैक दंष्ट्राय क्लीं ह्वीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

આ મંત્રોનો જાપ કરતા પહેલા અમૂક વાતોનું ધ્યાન રાખવું જોઇએ, જેમા સાંજે સ્નાન કર્યા બાદ જ પૂજા કરો.

બુધવારના સ્વામી બુધ ગ્રહ પણ છે. જે બુદ્ધિના કારક પણ માનવામાં આવે છે. આ બુદ્ધિ પ્રાધાન્યતા દિવસ પર બુદ્ધિના દાતા શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવીને પૂજા કરો, બુદ્ધિ તેમજ સંકલ્પની સાથે સુખ-સફળતા તેમજ શાંતિના રસ્તા પર આગળ વધવાની પ્રેરણા તેમજ ઉર્જાથી ભરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન