Do not get hurt at home, do it so much
  • Home
  • Astrology
  • ઘરમાં ક્યારેય નહીં થાય કંકાશ, કરો બસ આટલું

ઘરમાં ક્યારેય નહીં થાય કંકાશ, કરો બસ આટલું

 | 6:28 pm IST

કોઈપણ મકાન બનાવવાના મુખ્ય બે હેતુ હોય છે. તેમાંથી એક છે રહેવા માટે અને બીજું છે ઉદ્યોગ-ધંધા માટે. હેતુ કોઈપણ હોય, પરંતુ મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્ર અનુસાર નકશો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ પાયો ખોદી પૂજા શુભ મુહૂર્તમાં કરાવીને તેનું નિર્માણ કાર્ય કરવું જોઈએ. મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમોને જાણી લેવા જોઈએ.

આંગણું

ઘરનું આંગણું ખાલી રાખવું જોઈએ. આવું આંગણું ઉત્તર અથવા પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં ખુલ્લું રાખવું જોઈએ. જો ઘરમાં બ્રહ્મસ્થાન મધ્યમાંથી ઊંચું અથવા ચારે દિશાઓમાંથી નીચું હોય તો તે શુભ ગણાય છે. આનાથી ઊલ્ટી સ્થિતિ અશુભ મનાય છે.

રસોડું

રસોડું અગ્નિ ખૂણામાં બનાવવું જોઈએ. રસોડું અગ્નિ ખૂણામાં બનાવી શકાય તેમ ન હોય તો તે પશ્ચિમ દિશામાં બનાવવું, પરંતુ ગેસની સગડી અગ્નિ ખૂણામાં રાખવી. ઈશાન ખૂણામાં ગેસની સગડી રાખવાથી વંશમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ધનનો ક્ષય થાય છે. કોઈ કારણસર સ્થાન બદલી શકાય તેમ ન હોય તો ગેસની સગડી સ્લેબ પર રાખવી અને તે સ્લેબની નીચે જળથી ભરેલું તાંબાનું પાત્ર રાખવું, જેનું જળ સવાર-સાંજ બદલતા રહેવું. તે સાથે અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવવો જોઈએ. જો ચૂલો આંગણામાં હોય તો જળનું પાત્ર ચૂલાની નજીક મૂકવું.

પૂજા સ્થાન

પૂજા સ્થાન હંમેશાં ઈશાન ખૂણામાં અથવા ઉત્તર દિશાની મધ્યમાં કે ઈશાન ખૂણામાં પૂર્વ દિશાની મધ્યમાં બનાવવું જોઈએ. ઉત્તરાભિમુખ થઈને પૂજન કરવાથી ધનલાભ, પૂર્વાભિમુખ થઈને પૂજન કરવાથી જ્ઞાાન અથવા અધ્યાત્મનો લાભ થાય છે. જો પૂજનકક્ષ અલગ ન હોય તો તેમાં પડદો લગાવવો. તેમાં નકામી વસ્તુઓ મૂકવી નહીં. કચરાપેટી, સાવરણી, પોતાં વગેરે તેની પાસે મૂક્વાં નહીં. ઘરનાં પૂજા સ્થાનમાં હનુમાનજીની મૂર્તિનું મુખ નૈઋત્યમાં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્યદેવ, ર્કાિતકેય વગેરેનું મુખ પૂર્વમાં તથા કુબેર, ગણેશ અને દુર્ગાનું મુખ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. દેવની મૂર્તિઓ પ્રવેશદ્વારની બરાબર સામે રાખવી જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન