Spiritual guru Vasvaavi died at the age of 99
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આધ્યાત્મિક ગુરૂ દાદા વાસવાનીનું 99 વર્ષની ઉંમરે નિધન

આધ્યાત્મિક ગુરૂ દાદા વાસવાનીનું 99 વર્ષની ઉંમરે નિધન

 | 12:03 pm IST

આધ્યાત્મિક ગુરૂ દાદા જેપી વાસવાનીએ 99 વર્ષની ઉંમરે ગુરૂવારે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ સાધુ વાસવાની મિશનના પ્રમુખ હતા. તેઓ શાકાહાર અને પશુઓના અધિકારો માટે કામ કરી રહ્યા હતા. ગુરૂવારે સવારે 9 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સાધુ વાસવાની મિશન પુણે ખાતે આવેલો એક એનજીઓ છે અને દુનિયાભરમાં તેમના કેન્દ્રો છે.

દાદા વાસવાની 150થી વધારે પુસ્તકો પણ લખી ચૂક્યાં છે. 2 ઓગસ્ટ 2018ના રોજ તેઓ 100 વર્ષના થવાના હતા. તેમણે વિશ્વ શાંતિ માટે મોમેંટ ઓફ કામની આગેવાની કરી હતી. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા તેમના 99માં જન્મ દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું.