રાહુ-કેતુ ગ્રહના દોષ દૂર કરવા અજમાવો આ ઉપાય - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • રાહુ-કેતુ ગ્રહના દોષ દૂર કરવા અજમાવો આ ઉપાય

રાહુ-કેતુ ગ્રહના દોષ દૂર કરવા અજમાવો આ ઉપાય

 | 5:00 pm IST

જીવનમાં દરેક પ્રકારના પ્રયત્ન કર્યા પછી પણ જો સફળતા પ્રાપ્ત ન થતી હોય તો તેનું કારણ કુંડળીના દોષ હોય શકે છે. કહેવાય છે કે કુંડળીમાં જ્યારે બધા જ ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે આવે છે ત્યારે જે દોષ સર્જાય છે તેમાં વ્યક્તિ કોઈપણ કામ કરે તે સફળ થતાં નથી. દરેક કામમાં લાભને બદલે નુકસાન થાય છે. જ્યારે એક સાંધો ત્યાં તેર તુટવા જેવો ઘાટ જીવનમાં ઘડાય ત્યારે નીચે દર્શાવેલા ઉપાય કરવાથી લાભ થવા લાગશે.

– દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી. કાળો કૂતરો ન મળે તો અન્ય કોઈપણને ખવડાવવી.
– કોઈપણ શુભ તિથિ પર સવારે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાનાદિથી નિવૃત થઈ શિવાલયમાં જઈ શિવલિંગ પર ત્રાંબાનો નાગ ચડાવવો.
– ચાંદીના નાગ-નાગણની જોડી ખરીદી નદીમાં પ્રવાહિત કરવી.
– પ્રતિદિન શિવલિંગ પર ત્રાંબાના લોટાથી પાણી અર્પણ કરો, 108 વખત ‘ऊँ नम: शिवाय’ મંત્રનો જાપ કરવો.
– કાળા અડદ, ધાબળાનું દાન કરવું.