Spiritual Pinch Sindoor will give you bad luck, Follow tuchko
  • Home
  • Astrology
  • એક ચપટી સિંદુરથી બદલાઇ જશે તમારી ખરાબ કિસ્મત, અસરકારક છે આ ટૂચકો

એક ચપટી સિંદુરથી બદલાઇ જશે તમારી ખરાબ કિસ્મત, અસરકારક છે આ ટૂચકો

 | 3:20 pm IST

તમે ઘણી વખત સિંદુરનો ઉપયોગ પૂજા-પાઠમાં કરતા જોયો હશે. તેનાથી સ્ત્રીઓ તેમના પતિની લાંબી ઉંમર માટે પાંથી ભરે છે. એટલું જ નહીં પરંતુ હિન્દુ દેવીઓની પૂજા સિંદુરના ઉપયોગ વગર અધૂરુ છું. જેમ કે આપણે દરેક જાણીએ છીએ કે ચમેલીના તેલની સાથે સિંદુર હનુમાનજીને ચઢાવવામાં આવે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ સિંદુરથી થતા ઉપાય અંગે જેનાથી તમે ઘરમાં આવેલી સમસ્યા સહેલાઇથી દૂર કરી શકો છો.

જો તમે સારા કામ કરી રહ્યા છો છતા પણ તમને કોઇપમ પ્રકારનું માન સમ્માન મળી રહ્યું નથી. તો તેના માટે એક પાન પર થોડીક ફટકરી અને સિંદુર બાંધીને બુધવારની સવાર કે સાંજે પીપળાના ઝાડની નીચે કોઇ મોટા પથ્થરથી દબાવીને રાખો.

આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખો કે પાનને મૂક્યા બાદ પાછું ફરીને ન જુઓ. તેને તમે સતત 3 બુધવાર સુધી કરો. તેનાથી તમને સમાજમાં જલદી જ માન-સમ્માનની પ્રાપ્તિ થશે. જો તમારા પૈસા તમારી પાસે રહેતા નથી અને તમે પરેશાન થઇ રહ્યા છો તો તેના માટે સિંદુરની મદદ લઇ શકો છો.

તેના માટે તમે એકાક્ષી નારિયેળ પર સિંદુર લગાવીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને તેની પૂજા કરો અને તેને મા લક્ષ્મીથી ધનની પ્રાર્થના કરતા તમારા વ્યવસાય સ્થળ સુરક્ષિત જગ્યા પર રાખી દો. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનમાં ઘટાડો થશે નહીં અને પરિવારમાં ખુશી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન