Spiritual The millionaire will make you three broom, just do this 1 thing
  • Home
  • Astrology
  • કરોડપતિ બનાવી દેશે તમને ત્રણ સાવરણી, બસ કરો આ 1 કામ

કરોડપતિ બનાવી દેશે તમને ત્રણ સાવરણી, બસ કરો આ 1 કામ

 | 11:11 am IST

દુનિયાભરમાં ઘણા એવા ટોટકા છે જે તમને રાતોરાત અમીર બનાવી શકે છે. એવામાં ઘણા લોકો દુનિયામાં એવા હોય છે જે પૈસાની તંગીથી પરેશાન છે. જ્યારે ધન કમાવાના દરેક પ્રયાસ વિફળ થઇ જાય છે. જો તમે પણ એમાથી એક છો તો કેટલાક પ્રયોગ કર્યા બાદ માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવી શકે છે. તો શુભ દિવસોમાં સાવરણી દાન કરવાથી લક્ષ્મી માતા ઘરમાં આવે છે અને તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

શાસ્ત્રો મુજબ રવિવાર કે સોમવારે ત્રણ સાવરણી ખરીદી લો અને તે બાદ સોમવાર કે મંગળવારે બ્રહ્મ મૂહૂર્તમાં દરેક નિત્ય ક્રિયાઓથી નિવૃત્ત થઇ પવિત્ર થઇને ઘરની આસપાસ કોઇ મંદિરમાં તે ત્રણ સાવરણી મૂકી આવો. પરંતુ ધ્યાન રહે કે સાવરણી લઇ જતા સમયે કોઇ તમને જોવે નહીં. જ્યારે કોઇએ તમને જોઇ લીધા છે તો તે ઉપાયની અસર સમાપ્ત થવાની સંભાવના રહે છે. કહેવાય છે જો આ ઉપાય યોગ્ય રીતે કરી લેવામાં આવે તો તરત જ પૈસાથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને વ્યક્તિ અમીર બની જાય છે.

તેની સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારે અનેક પ્રયાસ પણ કરવા પડશે. જ્યારે ધન લાભ માટે શનિવારની સાંજે અડદની દાળના દાણા પર થોડૂંક દહીં અને સિંદુર ઉમેરીને પીપળાની નીચે મૂકી આવો. પરંતુ ધ્યાન રહે પરત આવતા સમયે પાછળ ફરીને ન જોવું. આવા અનેક ઉપાય કરવાથી તમે પૈસાદાર બની શકો છો.

આ પણ જુઓ : અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે નિર્મિત આ છે શામળાજીનું અતિ પાવન ધામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન