Spiritual Things to take care for Mins of Diya to lit
  • Home
  • Astrology
  • આરતી કરતા સમયે ઓલવાઇ જાય દીવો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર…

આરતી કરતા સમયે ઓલવાઇ જાય દીવો તો રાખો આ વાતનું ધ્યાન, નહીંતર…

 | 6:20 pm IST

કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ. તો આવો જોઇએ કે આરતીનો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ..

– જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવું માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ અડચણ આવી શકે છે. સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ.

– આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે.

– આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય. દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ કારણકે વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજાના કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન