spiritual Wearing a bracelet hand causes disadvantages and benefits auspicious
  • Home
  • Astrology
  • હાથમાં કેવું કડું પહેરવાથી થાય છે નુકસાન અને ફાયદા, ભૂત-પ્રેત રહે છે દૂર

હાથમાં કેવું કડું પહેરવાથી થાય છે નુકસાન અને ફાયદા, ભૂત-પ્રેત રહે છે દૂર

 | 1:30 pm IST

પીત્તળ, તાંબુ કે લોખંડના કડા કાંડામાં પહેરવાનું પ્રચલન સદીઓથી રહ્યું છે. કડા પહેરવાના ફાયદા છે પરંતુ તેને નિયમથી ન પહેર્યું તો નુકસાન પણ થઇ શકે છે. તો આવો જોઇએ તેનાથી જોડાયેલા નુકસાન અને ફાયદાઓ…

કડું પહરેવાથી થતા નુકસાન

– ધાર્મિક કડું પહરેવા માટે નિયમ તે પ્રકારના છે જે રીતે યજ્ઞોપવીત પહેરવાનો નિયમ છે. ઘણા લોકોને કડું પહેર્યા બાદ કોઇપણ પ્રકારનો નશો કરે છે કે અન્ય કોઇ અનૈતિક કાર્ય કરે છે તો તેનાથી નુકસાન થશે.

– લોખંડનું કડું, સ્ટીલનું કડુ કે જર્મનનું કડું પહેરવું છે તો તે શનિનું કડું માનવામાં આવે છે. તેના ફાયદા અને નુકસાન પણ થાય છે, શનિ કુંડળીમાં ક્યાંય પણ હશે તો તે પરાક્રમમાં માનવામાં આવશે. પરાક્રમમાં પહેલાથી ચંદ્ર કે શનિના શત્રુ ગ્રહ છે તો નુકસાન હશે.

– આ રીતે સોનાનું ક઼ડું સૂર્ય, તાંબાનું કડું મંગલ, ચાંદીનું કડું ચંદ્રનું અને પીત્તળનું કડું ગુરુનું હશે. કોઇ જ્યોતિષથી પૂછીને જ કડું પહેરવું નહીંતર ખરાબ ફળ મળે છે.

કડું પહરેવાથી થતા ફાયદા

– કેટલાક પીત્તળ અને તાંબાનું મિશ્રિત કડું પહરે છે. એવી માન્યતા છે કે પીત્તળથી ગુરુ, તાંબાથી મંગળ અને ચાંદીથી ચંદ્ર બળવાન થાય છે.

– કડું હનુમાનજીનું પ્રતીક છે. પીત્તળ અને તાંબું મિશ્રિત કડું પહેરાવાથી દરેક પ્રકારના ભૂત-પ્રેત નકારાત્મક શક્તિઓથી વ્યક્તિની રક્ષા થાય છે.

આ પણ જુઓ : વડોદરામાં હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન