Spiritual With this remedy will never be a problem of wealth in the life, will become millionaire
  • Home
  • Astrology
  • વાસ્તુના આ ઉપાયથી જીવનમાં ક્યારેય નહીં રહે ધનની સમસ્યા, થઇ જશો માલામાલ

વાસ્તુના આ ઉપાયથી જીવનમાં ક્યારેય નહીં રહે ધનની સમસ્યા, થઇ જશો માલામાલ

 | 2:42 pm IST

ધન વ્યક્તિ માટે અતિઆવશ્યક હોય છે. જેના માધ્યમથી વ્યક્તિની ઘણી જરૂરિયાતો પુરી કરી શકાય છે. જેથી ધનની ઉપલબ્ધતા રાખવા માટે વ્યક્તિ મહેનત કરે છે અને પોતાની જરૂરિયાતોને પુરી કરે છે. પરંતુ કેટલીક વખત એવો સમય પણ આવે કે આપણે વધારે મહેનત કરવા પર પણ ધનની સમસ્યા રહે છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે તમને કેટલાક વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલા ઉપાય જણાવીશું જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધન સંબંધી સમસ્યા નહિં થાય અને તમે ખુશીથી રહી શકશો.

વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલા ઉપાય

– જ્યારે પણ તમારા ઘરમાં પૂજા કરો છો તો આ વાતનું ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગ કરવામાં આવતા જળને કોઇ તાંબાના પાત્રમાં રાખેલું હોય અને પૂજા પતી ગયા બાદ આ જળનો છંટકાવ આખા ઘરમાં કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા ઘરમાંથી ધનની સમસ્યા દૂર થાય છે.

– જો તમારા કોઇ કાર્યમાં અડચણ આવી રહી હોય અને તમે વારંવાર કોઇ કાર્યમાં અસફળ થઇ રહ્યા છો તો રોજ સવારે ઉઠીને તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારી સમસ્યાનો અંત આવશે.

– જ્યારે પણ કમે ઘરે ખાવાનું બનાવો છો તો તેમાથી પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરાને અવશ્ય આપો છો તેનાથી તમારી ઉપરના પ્રબળમાંથી પ્રબળ વાસ્તુ દોષની અસર ઓછી થાય છે.

– રાતે સૂતા સમયે ક્યારેય પણ તમારુ માથુ ઉત્તર દિશા તરફ ન રાખવું જોઇએ, ઉત્તર દિશા તરફ માથુ કરીને સૂઇ જવાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન