Before the match began, a big accident in the commentary box
  • Home
  • Sports
  • Cricket
  • મેચ શરૂ થતા પહેલા કમેન્ટ્રી બોક્સમાં થયો મોટો અકસ્માત, ગાવસ્કર-માંજરેકરનો સહેજથી બચાવ

મેચ શરૂ થતા પહેલા કમેન્ટ્રી બોક્સમાં થયો મોટો અકસ્માત, ગાવસ્કર-માંજરેકરનો સહેજથી બચાવ

 | 9:35 am IST

મીડિયા સેન્ટરની બાજુમાં સ્થિત કમેન્ટ્રી બોક્સથી સાંજે જોરદાર અવાજ સાંભળીને મીડિયાકર્મી ત્યાં પહોંચ્યા તો જોયું કે દરવાજાનો કાચ તૂટી ગયો હતો સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકર દૂર ઉભા હતા.

પ્રથમ વખત કોઇ આંતરરાષ્ટ્રીય મેચની મેજબાની કરી રહેલા લખનઉના અટલા ઇકાના સ્ટેડિયમમાં મંગળવારે સાંજે કમેટ્રી બોક્સમાં મોટો અકસ્માત ટળી ગયો. કમેન્ટ્રી બોક્સના દરવાજાનો કાચ મેચ શરૂ થયાની પાંચ મિનિટ પહેલા અચાનક તૂટી ગયો. આ દરમ્યાન ક્રિકેટરથી કમેંટેટર બનેલા સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકર તેની ચપટમાં આવવાથી માંડ-માંડ બચી ગયા.

જોકે આ અકસ્માતમાં ગાવસ્કર અને માંજરેકરને કોઇપણ પ્રકારની ઇજા થઇ નથી. માંજરેકરે કહ્યું કે કાચનો દરવાજો પત્તની જેમ વિખેરાઇ ગયો પરંતુ કોઇને ઇજા થઇ નથી. દરેક લોકો સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે 24 વર્ષ બાદ લખનઉ કોઇ ઇન્ટરનેશનલ ક્રેકેટ મેચની મેજબાની કરી રહ્યું છે. નવાબોના શહેરમાં બનેલા આ સ્ટેડિયમમાં આશરે 50 હજાર લોકો એક સાથે ક્રિકેટ મેચનો લુત્ફ ઉઠાવી રહ્યા હતા. આ પહેલા અંતિમ વખત અંહી જાન્યુઆરી 1994માં ભારત અને શ્રીલંકાની વચ્ચે કેડી સિંહ બાબૂ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચના તરીકે રમવામાં આવી હતી.