Sports Cricket IND vs SA: Kohli's senses will blow this record of Africa in India
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયા દ.આફ્રિકાને હળવાશમાં લેવાની ભૂલ ના કરે, ભારતમાં આ રેકોર્ડ ઉડાવશે કોહલીની ઉંઘ

ટીમ ઈન્ડિયા દ.આફ્રિકાને હળવાશમાં લેવાની ભૂલ ના કરે, ભારતમાં આ રેકોર્ડ ઉડાવશે કોહલીની ઉંઘ

 | 2:53 pm IST

સાઉથ આફ્રીકાનો ભારતનો પ્રવાસ કાલ એટલે 15 સપ્ટેમ્બરે શરૂ થઇ રહ્યો છે. પ્રવાસ ટી-20 સીરીઝથી થશે, જેની પહેલી મેચ રવિવારે ધર્મશાળામાં રમવામાં આવશે. ટી -20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનું પલડુ આફ્રીકાની ટીમ પર ભારે છે. અંતિમ વખત 2018માં આ બન્ને ટીમોની વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીજ રમવામાં આવી હતી. ત્યારે ભારતે સાઉથ આફ્રીકાને 2-1થી ટક્કર આપી હતી.

હવે સાઉથ આફ્રીકા ગત સીરીઝની હારનો બદલો લેવા માટે ભારત પ્રવાસ પર છે. જણાવી દઇએ કે અંતિમ વખત દક્ષિણ આફ્રીકાએ 2015માં ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ત્રણ મેચોની સીરીઝ મહેમાન ટીમે 2-0થી તેમના નામે કરી હતી. જ્યારે ત્રીજી મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. દક્ષિણ આફ્રીકા એક એવી ટીમ છે જેને ભારત પોતાની ધરતી પર ટી-20 ઇન્ટરનેશનલમાં હરાવી શક્યું નથી.

બન્ને દેશોની વચ્ચે અત્યાર સુધી કુલ 14 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવી. જેમા ટીમ ઇન્ડિયાને 8 મેંચોમાં જીત મળી છે. જ્યારે સાઉથ આફ્રીકાએ 5 મેચોમાં બાજી મારી છે. બાઇલેટ્રેલ સીરીઝ દરમિયાન ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે કુલ 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવી છે. જેમા ભારતને 4 મેચોમાં જીત મળી છે. જ્યારે સાઉથ આફ્રીકાને પણ એટલી મેચમાં સફળતા મળી છે.

ભારત અને સાઉથ આફ્રીકાએ એકબીજા વિરુદ્ધ અત્યાર સુધી 5 બાઇલેટ્રલ ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ રમી છે આ દરમિયાન ભારતે સાઉથ આફ્રીકાને 3 સીરીધમાં ટક્કર આપી છે. જ્યારે આફ્રીકા ટીમની ભારતીય ટીમને 2 સીરીઝમાં હરાવી છે. ટી -20 આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ વખત ભારત અને સાઉથ આફ્રીકામાં 2006માં દક્ષિણ આફ્રીકાના વોડર્સ સ્ટેડિયમમાં ટક્કર થઇ હતી. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી હતી.

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમલામાં આવેલી બાઇલેટ્રલ ટી-20 સીરીઝનો રેકોર્ડ

1 ભારતનો સાઉથ આફ્રીકાનો પ્રવાસ – 1 મેચની ટી-20 સીરીઝ 2006-07 -ભારત 1-0થી જીત

2 ભારતનો સાઉથ આફ્રીકાનો પ્રવાસ – 1 મેચની ટી-20 સીરીઝ 2010-11 ભારત 1-0થી જીત

3 ભારતનો સાઉથ આફ્રીકાનો પ્રવાસ – 1 મેચની ટી-20 સીરીઝ 2011-12 – સાઉથ આફ્રીકા 1-0થી જીત

4 સાઉથ આફ્રીકાનો ભારત પ્રવાસ – 3 મેચની ટી -20 સીરીઝ 2015-16 – સાઉથ આફ્રીકા 2-0થી જીત

સાઉથ આફ્રીકા વિરુદ્ધ ભારતીય ટીમે ખાસ કરીને ટી-20 મેચ ભારતે બહાર રમી છે. માત્ર ત્રણ મેચ જ બન્ને દેશોની વચ્ચે ભારતમાં રમવામાં આવી છે. બન્ને દેશોની વચ્ચે અંતિમ ટી-20 મેચ 24 ફેબ્રુઆરી 2018એ કેપટાઉનમાં રમવામાં આવી હતી. જ્યાં ટીમ ઇન્ડિયાને 7 રનથી જીત મળી હતી.

આ પણ જુઓ :જેતપુરમાં ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન