sports England star accused of strangling wife, revealing shocking revelation
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટર પર પત્નીનું ગળુ દબાવવાનો આરોપ, થયો ચોંકાવનારો ખુલાસો

ઇંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટર પર પત્નીનું ગળુ દબાવવાનો આરોપ, થયો ચોંકાવનારો ખુલાસો

 | 3:40 pm IST

ઇંગ્લેન્ડના ધાકડ ઓલરાઉન્ડર બેન સ્ટેક્સ એક વખત ફરી વિવાદોથી ઘેરાઇ ગયા છે. જ્યારે તેની પર પત્ની સાથે મારપીટનો આરોપ લાગ્યો. પરંતુ આ મામલો વાયુ વેગે ફેલાય તે પહેલા તેની પત્ની ક્લેયરે હકીકત જણાવી છે. ક્લેયરે કહ્યું કે આ દરેક રિપોર્ટ નકલી છે. જેમા કહેવામાં આવ્યું છે કે બેને મારું ગળું દબાવવાની કોશિશ કરી છે. જોકે, આ મામલો એક પાર્ટીથી જોડાયેલો છે. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે બેન સ્ટોક્સે તેની પત્નીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી.

આ મામલો પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન એવોર્ડ દરમિયાન એક તસવીરથી જોડાયેલો છે. જેમા સ્ટોક્સનો હાથ તેની પત્નીના ગળા પર છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો જે બાદ સ્ટોક્સની પત્ની ક્લેયરે સ્પષ્ટતા કરી છે.

ટ્વિટર પર ક્લેયરે સ્પષ્ટતા કરી છે કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે લોકો આ કઇ રીતે બનાવી શકે છે. હું અને બેન મસ્તી-મજાકમાં એકબીજાનું મોં દબાવી રહ્યા હતા. આમ કરીને અમે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ લોકોએ તેને કહાની બનાવી દીધી. તે બાદ અમે મેકડોનાલ્ડ્સમાં પણ ગયા.

વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડની જીતના હીરો રહેલા સ્ટોક્સે ક્લેયરના ટ્વીટને રિટ્વીટ પણ કર્યું. જ્યારે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (ECB)ના ચીફ એક્ઝિક્યૂટિવ ટૉમ હેરિસને કહ્યું કે અમે ફંક્શનમાં આવેલા ઘણા લોકોથી વાત કરી, પરંતુ દરેક લોકોના મોંમાં એક જ વાત હતી કે તે માત્ર પ્રેમ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન