Sports India's first day night test will be played on Kolkata's historic grounds eden garden Pink ball
  • Home
  • Sports
  • Cricket
  • કોલકાત્તાના આ ઐતિહાસિક મેદાન પર રમવામાં આવશે ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ, જાણો ઇતિહાસ

કોલકાત્તાના આ ઐતિહાસિક મેદાન પર રમવામાં આવશે ભારતની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ, જાણો ઇતિહાસ

 | 8:16 am IST

ઇડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ પહેલી ડે નાઇટ મુકાબલો રમવા માટે તૈયાર છે. ભારત અને બાંગ્લાદેશની આ પહેલી ડે નાઇટ મેચ છે. પરંતુ આ પહેલી તક છે. જ્યારે ટેસ્ટ મેચમાં બન્ને ટીમ ઇડન ગાર્ડન્સ પર સામ-સામે હશે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ડે નાઇટ મુકાબલાથી પહેલા પણ અનેક ઐતિહાસિક મેચ રમાઇ છે. આ મેદાન પર 2001માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

આ કારણથી ખાસ છે ઇડન ગાર્ડન્સ

ભારતે કોલક્ત્તાના આ ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર તેની પહેલી ટેસ્ચ મેચ જાન્યુઆરી 1934માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમવામાં આવી હતી. જ્યારે 1947માં આઝાદી મળ્યા બાદ ભારતે અહીં તેની પહેલી મેચ 1948માં વેસ્ડઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી. જે ડ્રો રહી હતી.

આ મેદાન પર ભારતે પહેલી જીત નોંધાવવા માટે આશરે 30 વર્ષ લાંબી રાહ જોવી પડી હતી. તેણે અહીં તેની પહેલી જીત જાન્યુઆરી 1962માં નોંધાવી હતી. જ્યારે ટીમ ઇંગલેન્ડને 187 રનથી ટક્કર આપી હતી. પહેલી જીત નોંધાવ્યા પહેલા સુધી ભારતે આ મેદાન પર સાત મેચ ડ્રો રમવી પડી હતી. જ્યારે બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર અત્યાર સુધી કુલ 41 ટેસ્ટ મેચ રમી છે. જેમા તેને 12 મેચમાં જીત નોંધાવી છે. જ્યારે નવમાં હાર થઇ અને 20 મેચ ડ્રો રહી. ભારતીય ટીમે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અત્યાર સુધી કુલ સાત ટેસ્ટ મેચ રમી છે જેમા તેને બેમાં જીત નોંધાવી છે જ્યારે બે હારી છે. અને ત્રણ ડ્રો રહી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી વખત આ મેગાન પર શુક્રવાર એટલે આજે કોઇ ટેસ્ટ મેચ રમશે.

આવો રહ્યો ડે નાઇટ ટેસ્ટનો ઇતિહાસ

જણાવી દઇએ પહેલી ઇન્ટરનેશનલ ડે નાઇટ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા અન ન્યુઝીલેન્ડ વચ્ચે નવેમ્બર 2015માં રમવામાં આવી હતી આ મેચને મેજબાન ટીમ ત્રણ વિકેટથી જીતવામાં કામયાબ રહી હતી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગત વર્ષે એડિલેડમાં રમવમાં આવેલી ટેસ્ટ ડે નાઇટ જ થવાની હતી પરંતુ બોર્ડે ડે નાઇટ ટેસ્ટ રમવાથી ઇન્કાર કરી દીધો હતો.

આમ તો ઇન્ડિયામાં ડે નાઇટ ટેસ્ટનો ઇતિહાસ જુનો છે 1997માં દિલ્હી અને મુંબઇની વચ્ચે ગ્લાલિયરમાં રમવામાં આવેલી મેચ ડે નાઇટ જ હતી. જોકે, આ મેચમાં સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ લેવલ પર રમવામાં આવેલી ડે નાઇટ મુકાબલામાં પિંક બોલનો ઉપયોગ થઇ રહ્યો છે.

પિંક બોલની સાથે પહેલી ફર્સ્ટ ક્લાસ મુકાબલા 2000માં વેસ્ટઇન્ડિસમાં રમવામાં આવી હતી 2016માં ભારતમાં દલીપ ટ્રોફીમાં ડે નાઇટ મુકાબલો રમવામાં આવ્યો પિંક બોલની સાથે હવે ટીમ ઇન્ડિયા 22 નવેમ્બરથી તેની પહેલી ડે નાઇટ ટેસ્ટ રમવા માટે પૂર્ણ રીતે તૈયાર છે.

આ પણ જુઓ :નિત્યાનંદ આશ્રમ કેસમાં તપાસનો ધમધમાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન