Sports List of Team India leaked social media 1 hour before BCCI announcement
  • Home
  • Sports
  • Cricket
  • BCCI ટીમ જાહેર કરે તેના 1 કલાક પહેલા લીક થઇ હતી ટીમ ઇન્ડિયાની યાદી, જાણો કેવી રીતે?

BCCI ટીમ જાહેર કરે તેના 1 કલાક પહેલા લીક થઇ હતી ટીમ ઇન્ડિયાની યાદી, જાણો કેવી રીતે?

 | 10:52 am IST

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડે અને ટી20 સીરીજ માટે ગુરુવાર સાંજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી. પરંતુ આ જાહેરાત પહેલા જ ભારતીય ટીમની યાદી સોશિયલ મીડિયા પર આવી ચૂકી હતી. કેટલાક લોકોએ સ્ટાર સ્પોર્ટ્સના સ્ક્રીનશોટની સાથે ટી20 અને વનડે બન્ને ટીમની યાદી પોસ્ટ કરી દીધી હતી. બીસીસીઆઇ અધિકારિક ટ્વિટર હેન્ડલ પર ટીની ઘોષણા 8.05 વાગ્યે કરી. પરંતુ ટીમ ઇન્ડિયાના નામ અંગે 7.06 વાગ્યે એક યુઝરે ટ્વીટ કરી હતી.

આવું હતુ બીસીસઆઇના જાહેરાત પહેલાનું ટ્વીટ

વેંકેટ પાર્થ સારથી નામના યુઝરે બન્ને ફોર્મેટની ટીમની લિસ્ટનો ખુલાસો કરતા લખ્યું, ભુવીને વાપસી કરતા જોવો સારકુ છે. કૃણાલની જગ્યાએ જાડેજાને લેવો યોગ્ય છે. પંત અને કેએલ રાહુલને લાંબી તક આપવી યોગ્ય નથી અને ધવન પર વિશ્વાસ રાખવામાં આવ્યો. #IndvWI’

બીસીસીઆઇની જાહેરાતથી 1 કલાક પહેલા આવી હતી યાદી

વેંકેટ પાર્થ સારથીનામના યુઝરે ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાની પહેલાથી જાહેરાત કરી દીધી હતી. આ ટ્વીટની સાથે ફોટોમાં સ્ટાર સ્પોર્ટ્સના શો ફોલો ધ બ્લૂનો સ્ક્રીન શોટ છે. આ શો ગુરૂવાર સાંજે પ્રસારિત થયો હતો એવામાં સવાલ ઉઠે છે કે બીસીસીઆઇ તરફથી અધિકારીક રીતે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરતા પહેલા ટીમ ઇન્ડિયાની લિસ્ટ લીક થઇ. કારણકે ટીમનું આ રીતે અધિકારીક ઘોષણા પહેલા જ લીક થવી ઘણા સવાલ ઉભા કરે છે.

જણાવી દઇએ કે ગત દિવસો ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એમિલી સ્મિથને અધિકારીક ઘોષણાથી પહેલા ટીમની પ્લેઇંગ ઇલેવન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી ચાલતા પહેલા પ્રતિબંધ કરી દીધો હતો. તેમણે બિગ બેશ લીગમાં 2 નવેમ્બરે હોબાર્ટ હરિંકેંસ અને સિડની થંડર્સની વચ્ચે મેચ દરમિયાન એક કલાક પહેલા જ પ્લેઇંગ ઇલેવન ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધી હતી. આ એન્ટી કરપ્શનનો ઉલ્લંઘન છે.

આ પણ જુઓ : સુરતમાં BRTS હવે યમદૂત સમાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન