• Home
  • Sports
  • Cricket
  • Me Tooની ઝાળ ક્રિકેટ જગત સુધી, ભારતીય એરહોસ્ટેસે આ ક્રિકેટર પર લગાવ્યો ગંભીર આરોપ

Me Tooની ઝાળ ક્રિકેટ જગત સુધી, ભારતીય એરહોસ્ટેસે આ ક્રિકેટર પર લગાવ્યો ગંભીર આરોપ

 | 10:43 am IST

પોતાની પોઝિશનનો ફાયદો ઉઠાવી મહિલાઓના જાતીય શોષણ વિરુદ્ધ ચાલી રહેલા મી ટુ અભિયાનમાં હવે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મંત્રી અર્જુન રણતુંગા પર જાતીય સતામણીના પણ આરોપ લાગ્યા છે. એક ભારતીય એર હોસ્ટેસે આરોપ લગાવ્યો કે રણતુંગાએ તેની કમર પકડી હતી. તે ત્યાંથી ભાગીની હોટેલના રિસેપ્શન પર ગઈ હતી પરંતુ હોટેલના સ્ટાફે તેને કહ્યું કે, આ તમારો અંગત મામલો છે.

રણતુંગા અત્યારે શ્રીલંકાની સરકારમાં પેટ્રેલિયમ મંત્રી છે અને તેને આ દેશના સૌથી મહાન ક્રિકેટર પૈકી એક માનવામાં આવે છે. રણતુંગાએ ટેસ્ટ ક્રિકેટમાં ૫,૧૦૫ રન અને વન-ડેમાં ૭,૪૫૬ રન બનાવ્યા છે.મહિલાએ પોતાની આપવીતી ફેસબુક પર જણાવી છે. મહિલાએ લખ્યું કે, મુંબઈની હોટેલ જુહૂ સેન્ટુરમાં મારી કલિગને ભારત-શ્રીલંકાના ક્રિકેટર જોવા મળ્યા હતા. તે ઓટોગ્રાફ લેવાના આશયથી તેમની પાસે ગઈ અને હું તેની સાથે હતી.

મારી સહેલી એક ઈન્ડિયન ક્રિકેટરની સાથે સ્વિમિંગ પૂલની તરફ ગઈ. આ દરમિયાન રણતુંગાએ મારી કમરને પકડી અને ખોટી રીતે ટચ કરવા લાગ્યો હતો. મેં બૂમ પાડી અને તેના પગને લાત મારી રિસેપ્શન તરફ દોડી હતી જ્યાં મને કહેવામાં આવ્યું કે, આ તમારો અંગત મામલો છે અમે કંઈ કરી શકીએ તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન