Sports Nita Ambani what would happen if the World Cup final was held in India-England…
  • Home
  • Sports
  • Cricket
  • નીતા અંબાણીએ વર્લ્ડકપ 2019ના ફાઇનલને લઇ આપ્યું મહત્વનું નિવેદન, જો આમ થયું હોત તો…

નીતા અંબાણીએ વર્લ્ડકપ 2019ના ફાઇનલને લઇ આપ્યું મહત્વનું નિવેદન, જો આમ થયું હોત તો…

 | 12:27 pm IST

રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ મંગળવારે લંડનમાં કહ્યું કે ભારત રમતની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આખી દુનિયા પાસે આ તક છે કે તે ભારત સાથે મળીને રમત માટે કામ કરે. સાથે જ કહ્યું કે રમત આ દુનિયામાં શાંતિ લાવવામાં ભૂમિકા નીભાવી શકે છે. તે લંડનમાં ધ સ્પોર્ટ બિઝનેસ સમિટમાં ‘ઇંસ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઇન્ડિયા અપોર્ચ્યુનિટી’માં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિની પહેલી ભારતીય મહિલા સદસ્ય નીતા અંબાણીએ જસપ્રીત બુમરાહ, હિમા દાસ અને સચિન તેંદુલકર જેવા સ્ટારના ઉદાહરણ આપતા ભારતમાં રમતની સંભાવના અંગે જણાવ્યું.

રમત કોઇનાથી ભેદભાવ નથી કરતો

મુંબઇ ઇન્ડિયન્સ નીતા અંબાણીએ કહ્યું કે ભલે ક્રિકેટ ભારતને બ્રિટિશ લોકોથી મળી છે પરંતુ ટેસ્ટ તેમજ વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ એક ભારતીયના નામે છે. જેનુ નામ સચિન તેંદુલકર છે. વધુમાં કહ્યું કે મુંબઇ ઇન્ડિયન્સથી તેમણે ખબર છે કે રમત કોઇનાથી ભેદભાવ કરતી નથી. જસપ્રીત બુમરાહનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમણે મુંબઇ ઇન્ડિયન્સમાં એખ નાના શહેરથી શોધ્યો હતો. આજે તે ઘણા યુવાઓનો આદર્શ છે. આજ રીતે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ છે. નીતા અંબાણીના ભાષણ દરમિયાન બુમરાહની જર્નીનો વીડિયો પણ બતાવવામાં આવ્યો.

ક્યારેક ખુલ્લા પગ દોડનારી હિમા આજે જૂતાની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર

તેમણે કહ્યું કે આપણા યુવા ખેલાડીઓએ રમતની દુનિયામાં તહલકો મચાવી દીધો. જુલાઇના મહિનામાં ભારતીય એથલીટે આંતરરાષ્ટ્રીય સ્તર પર 200થી વધારે મેડલ જીત્યા. તેમા ખાસ કરીને મેડલ વિનર મહિલાઓ હતી. આપણી 19 વર્ષની સ્પ્રિંટર હિમા દાસે યુરોપમાં 20 દિવસની અંદર 5 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. જ્યાં તે મોટી થઇ રહી હતી. ત્યારે તેની પાસે પહેરવા માટે જૂતા પણ ન હતા. હિમાએ ખુલ્લા પગે તૈયારી કરી. આજે તે ન માત્ર ગોલ્ડ મેડલિસ્ટ છે પરંતુ એડિડાસની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તે રમતની તાકાત છે. હાલ ભારતમાં રમતોનો ઉત્સાહવર્ધક સમય છે.

ભારતની વ્યુઅરશિપ તાકાતને ગણાવી

ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની માલકિન નીતા અંબાણીને ભારતમાં દર્શકોની તાકાતને ગણાવતા કહ્યું કે, આપણે ટીવીને પસંદ કરનાર લોકો છે. પહેલા 10 વર્ષ માટે આઈપીએલના મીડિયા રાઇટ્સ 950 મિલિયન ડોલરમાં વેચાયા હતા. પરંતુ ગત વર્ષે આઇપીએલના મીડિયા રાઇટ્સ આગામી 5 વર્ષ માટે 2.5 બિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. આ 500 ટકાની જબરદસ્ત ઉછાળો છે.

જો ઇન્ડિયા ફાઇનલમાં હોત તો…

તેમણે આગળ કહ્યું કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમવામાં આવેલી ફાઇનલને ઇંગ્લેન્ડમાં 15 મિલિયન (1.5 કરોડ) લોકોએ જોયું, જ્યારે ભારતમાં આજ મેચને 180 મિલિયન (18 કરોડ) દર્શકોએ જોઇ, ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમવામાં આવેલી સેમીફાઇનલ મેચને 220 મિલિયન (22 કરોડ) લોકોએ જોઇ હતી. હવે વિચારો કે જો ઇન્ડિયા ફાઇનલમાં હોત તો શુ થતું. ઇંગ્લેન્ડને જોરદાર ટક્કર આપ્યા સિવાય વ્યુઅસરશિપ પણ જોરદાર હોત. ક્રિકેટ સિવાય બાકી રમતો જેવી ઓલમ્પિક , ફીફા અને આઇપીએલની વ્યૂઅસરશિપ પણ ઇન્ડિયાને એક જબરદસ્ત અવસર બનાવે છે.

આ પણ જુઓ : વટવામાં વિધાર્થીને માર મારતા સારવાર માટે ખસેડાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન