Sports One more record in the name of Virat, this big feat in 50 Tests
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટના નામે વધુ એક રેકોર્ડ, 50 ટેસ્ટમાં કર્યું આ મોટું કારનામું

વિરાટના નામે વધુ એક રેકોર્ડ, 50 ટેસ્ટમાં કર્યું આ મોટું કારનામું

 | 10:57 am IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે પુણના મેદાન પર ટોસ માટે પહોંચ્યા તો ત્યા તેણે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે નોંધાવી લીધી છે. વિરાટ કોહલી હવે ભારતના બીજા એવા કેપ્ટન બની ગયા છે. જેણે 50 ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી છે. વિરાટથી પહેલા પૂર્વ કેપ્ટ મહેન્દ્ર સિંહજ એક માત્ર એવા કેપ્ટન રહ્યા જેમણે 50થી વધારે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રહ્યા.

કેપ્ટનશિપની અડધી સદી જમાનવનાર કોહલી દુનિયાના 14માં એવા બીજા ભારતીય છે આ ટેસ્ટ મેચથી પહેલા વિરાટ ભારતીય કેપ્ટનોની યાદીમાં સૌરભ ગાંગુલીની સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર હતા. 49 ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરનાર સૌરભ ગાંગુલી (2000-2005) હવે ત્રીજા સ્થાન પર આવી ગાય છે. એમએસ ધોની (2008-2014)એ 60 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી અન આજે પણ તે સૌથી વધારે ટેસ્ટમાં ભારતની કમાન સંભાળનાર કેપ્ટન છે.

વિરાટ કોહલીએ વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટીમ ઇન્ડિયાની કમાન લીધી હતી. આ સીરીઝમાં એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટથી સન્યાસની ઘોષણા કરી દીધી હતી અને પછી પૂર્ણ રીતે ભારતીય ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી.

દુનિયમાં સૌથી વધારે ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરનારા ખેલાડીની વાત કરીએ તો આ રેકોર્ડ સાઉથ આફ્રીકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે છે. 19 વર્ષની ઉંમરમાં આફ્રીકાની ટીમની કમાન સંભાળનાર સ્મિથે 109 ટેસ્ટ મેચ આફ્રીકી ટીમની કમાન સંભાળી હતી. તેના કરિયરમાં 117 ટેસ્ટ રમનાર સ્મિથે રેકોર્ડ 109 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી. તે બાદ ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરનું નામ બીજા નંબર પર આવે છે. જેમણે 93 ટેસ્ટમાં કાંગારુ ટીમની કેપ્ટનશિપ કરી.

આ પણ જુઓ : પત્નીની જીભ કાપીને પતિ ફરાર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન