Sports Rahane's great feat, equals Sachin's record in this case
  • Home
  • Sports
  • Cricket
  • રહાણેએ લખ્યો નવો ઈતિહાસ, એટલા રન ફટકાર્યા કે હવે આ મામલે સચીન-રહાણે બરાબર

રહાણેએ લખ્યો નવો ઈતિહાસ, એટલા રન ફટકાર્યા કે હવે આ મામલે સચીન-રહાણે બરાબર

 | 12:58 pm IST

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ દક્ષિણ આફ્રિકા સામેની રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. રહાણેએ 115 રનની સદી ફટકારી હતી, જેની મદદથી ભારત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ મેચમાં અજિંક્ય રહાણેએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અજિંક્ય રહાણેએ રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે 267 રનનો ઉમેરો કર્યો. ભારતીય બેટ્સમેન તરીકે સૌથી વધુ વખત ચોથી વિકેટ માટે 200+ ની ભાગીદારીની વાત કરીએ તો રહાણેએ પાંચમી વખત આ પ્રદર્શન કર્યું છે. આ સાથે રહાણેએ સચિન તેંડુલકરની બરાબરી કરી છે. તેની કારકિર્દી દરમિયાન, સચિન ચોથી વિકેટ માટે પાંચ વખત 200+ ની ભાગીદારીમાં પણ સામેલ થયો હતો.

ભારતીય બેટ્સમેન: ચોથી વિકેટ માટે 200+ ની ભાગીદારી

અજિંક્ય રહાણે – 5 વાર

5 વખત – સચિન તેંડુલકર

3 વખત – સૌરવ ગાંગુલી

3 વખત – વિરાટ કોહલી

2 વખત – વીવીએસ લક્ષ્મણ

રાંચી ટેસ્ટ દરમિયાન રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ 267 રન જોડ્યા, જે દક્ષિણ આફ્રિકા સામે ચોથી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ રહાણેએ પણ વિરાટ કોહલીની સાથે દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન શ્રેણીની પુણે ટેસ્ટમાં 178 રનનો ઉમેરો કર્યો હતો.

રહાણેએ કોઈપણ ટીમ સામે ચોથી વિકેટ માટે સર્વાધિક રનની ભાગીદારીમાં પણ ફાળો આપ્યો છે. રહાણે અને વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 2016 ની ઈન્દોર ટેસ્ટ દરમિયાન 365 રનનો ઉમેરો કર્યો હતો.

ઘરેલું મેદાન પર ત્રણ વર્ષ બાદ ફટકારી સદી

રહાણેએ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ભારતીય ભૂમિ પર 2016 માં તેની છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી. ઓક્ટોબર 2016 પછી, ઓક્ટોબર 2019 માં રહાણેના બેટથી ભારતમાં સદી ફટકારી છે. રહાણેએ 2016 માં ન્યૂઝીલેન્ડ સામે 188 રન બનાવ્યા હતા. જો કે રહાણેની તેની સતત બીજી શ્રેણીમાં આ સતત બીજી સદી છે. આ પહેલા ઓગસ્ટ 2019 માં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી.

રહાણેની આ દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી સદી છે. આ અગાઉ 2015 માં દિલ્હીમાં, તેણે મેચની બંને ઇનિંગ્સમાં આ આફ્રિકન ટીમ સામે સદી ફટકારી હતી. અગાઉ, તે કોઈપણ એક દેશ સામે વધુમાં વધુ બે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. રહાણેએ ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે અત્યાર સુધી 2-2 સદી ફટકારી છે. તે જ સમયે, તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સદી ફટકારવામાં સફળ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે તેની ત્રણ સદી છે.

રહાણેએ ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં રમાયેલી 61 મેચની 103 ઇનિંગ્સમાં 43.21 ની સરેરાશથી 3975 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 20 અડધી સદીનો સમાવેશ છે. રહાણેએ વિદેશી ધરતી પર આમાંથી 7 સદી ફટકારી છે.

આ પણ જુઓ : રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન