Sports Ravi Shastri big statement about Dhoni's comeback, if he wants to play, than do it first.
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીના કમબેકને લઇ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, રમવા માંગે છે તો પહેલા કરવું પડશે આ કામ

ધોનીના કમબેકને લઇ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, રમવા માંગે છે તો પહેલા કરવું પડશે આ કામ

 | 12:29 pm IST

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh) આશરે ત્રણ મહીનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઇંગ્લેન્ડમાં થયેલા આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) ની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડના હાથે હાર બાદથી ધોનીએ ટીમ ઇન્ડિયા માટે કોઇ મેચ રમી નથી. જોકે, હવે તેમના સન્યાસની ખબર પર વિરામ લાગી ગયો છે અને માનવામાં આવી રહ્યું છે કે ધોની ડિસેમ્બરમાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ટી-20 સીરીઝમાં ટીમમાં વાપસી કરશે. જોકે, જ્યારે આ અંગે ટીમ ઇન્ડિયાના હેડ કોચ (Head Coach) રવિ શાસ્ત્રી (Ravi Shastri)થી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ધોનીને ક્યારે ટીમમાં વાપસી કરવાની છે. તેનો નિર્ણય ધોની પોતે કરશે.

ભારતીય ટીમ (Indian Team)ના કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર કહ્યું કે ભવિષ્ય પર કહ્યું કે હું વર્લ્ડ કપ બાદથી ધોનીને મળ્યો નથી. એક ઇન્ટરવ્યુમાં રવિશાસ્ત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શુ ટીમમાં ધોનીની વાપસીનો વિકલ્પ ખુલ્લો છે. તેમણે કહ્યું કે ટીમમાં પરત આવવા માંગે છે તો તેમનો નિર્ણય તેમની પર છે. ધોની ભારતના મહાનતમ ખેલાડીઓમાં ઓળખવામાં આવે છે. શાસ્ત્રીએ કહ્યું કે હું વર્લ્ડકપ બાદથી ધોનીને મળ્યો નથી. પહેલા ધોનીએ ક્રિકેટ રમવાની શરૂ કરવી પડશે. તે બાદ જોઇશુ કે વસ્તુ કઇ દિશામાં જાય છે. મને નથી લાગતુ કે તેમણે વર્લ્ડ કપ બાદથી ક્રિકેટ રમી છે. જો તે વાપસી કરવા માંગે છે તો તે પહેલા નિશ્ચિત રીતે પસંદકર્તાને તેની જાણકારી આપે.

હેડ કોચ રવિશાસ્ત્રીએ ઋદ્ધિમાન સાહા (Wridhiman Saha) ને દુનિયાના હાલના સમયના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવતા કહ્યું કે ઋષભ પંતને ટેસ્ટ ટીમમાં એટલા માટે સામેલ કરવામાં આવ્યા હતા કારણકે તેમને ઇજા થઇ હતી. તે દુનિયાના બેસ્ટ વિકેટકીપર છે અને ઘરેલુ હાલાતમાં જ્યાં ઉછાળો અસમાન રહે છે. તેમની વિકેટ કીપિંગ અનમોલ છે. આ વાતમાં કોઇ શક નથી કે પંત પ્રતિભાશાળી છે,. પરંતુ તે ખૂબ યુવા છે અને તેની પાસે વિકેટકીપિંગ સુધારવા માટે ઘણો સમય છે.

38 વર્ષના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમને 2011 વનડે વર્લ્ડ કપ અને 2007 ટી-20 વર્લ્ડ કપના ચેમ્પ્યિન બનાવ્યા હતા. હાલમાં તે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસની સાથે મુંબઇમાં ચેરિટી ફુટબોલ મેચ રમતા નજરે પડ્યા હતા. 2019 વર્લ્ડ કપ બાદથી ધોનીએ પોતે વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ સીરીઝ માટે અનુપલબ્ધ ગણાવ્યા હતા. આ દરમિયાન તે 15 દિવસની આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર પણ ગયા હતા.

આ પણ જુઓ :

જસપ્રિત બુમરાહની કહાની, નીતા અંબાણીની જુબાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન