sports Shami's chances in the first place, equals 32-year-old record with hat-trick
  • Home
  • Featured
  • વર્લ્ડકપમાં મોકો મળતા જ મોહમ્મદ શમી ઝળક્યો, 32 વર્ષ જૂના રેકોર્ડની કરી આ રીતે બરાબરી

વર્લ્ડકપમાં મોકો મળતા જ મોહમ્મદ શમી ઝળક્યો, 32 વર્ષ જૂના રેકોર્ડની કરી આ રીતે બરાબરી

 | 9:02 am IST


મોહમ્મદ શમીએ શનિવારે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની મેચમાં અંતિમ ઓવરમાં હેટ્રિક લગાવીને મોહમ્મદ નબીની 52 રનોની બેસ્ટ ઇનિંગ્સ પર પાણી ફેરવી દીધું અને ભારતને અફઘાનિસ્તાન વિરુદ્ધ 11 રનથી જીત અપાવી. આ મેચમાં શમીએ કુલ ચાર વિકેટ લીધી છે. શમી આ સાથે વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારા ભારતના બીજા બોલર બની ગયા છે.

આ પહેલા 1987માં ચેતન શર્માએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. ભારતના ઝડપી બોલર ચેતન શર્માને ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી હેટ્રિક લેવાનું ગૌરવ છે. વર્લ્ડ કપના ચોથા સંસ્કરણ દરમિયાન ભારતના અંતિમ ગ્રુપ મેચમાં ચેતન શર્માએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક બનાવી હતી. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર તેમના શિકાર કેન રદરફોર્ડ, ઇયાન સ્મિથ અને ઇવાન ચૈટફીલ્ડ થયા હતા. ચેતને ત્રણેયને ક્લીન બોલ્ડ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન