Sports Sreesanth asks Astrologer about the future of cricket career
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીસંતે જ્યોતિષને પુછ્યું ક્રિકેટ કરિયરનું ભવિષ્ય, મળ્યો આ જવાબ

શ્રીસંતે જ્યોતિષને પુછ્યું ક્રિકેટ કરિયરનું ભવિષ્ય, મળ્યો આ જવાબ

 | 9:35 am IST

બિગ બોસ-12ની રમત રોચક થતી જાય છે. દાવપેંચની રમત શરૂ થઇ ચુક છે બિગ બોસમાં ગેસ્ટનો આવવાનો સિલિસલો પણ જારી છે. ગુરુવારે ન્યુમેરોલોજિસ્ટ સંજય જુમાની બિગ બોસમાં ઘરે પહોંચ્યાં. તેને દરેક કન્ટેસ્ટેન્ટ્સનું ભવિષ્ય જણાવ્યું. ,તો તેમને શ્રીસંત અંગે પણ કહ્યું હતું.

ન્યૂમેરોલોજિસ્ટ સંજય જુમાનીએ શ્રીસંત અંગે કહ્યું કે તેમને આ વર્ષે કોઇ મોટી ગુડ ન્યૂઝ મળશે. તે બાદ શ્રીસંતે તેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળ વધવાનું શુ ભવિષ્ય છે તે અંગે પુછતા તેના જવાબમાં જુમાનીએ કહ્યું કે તે ક્રિકેટની જગ્યાએ ક્રિએટીવ ફીલ્ડ પર ફોકસ કરે, જણાવી દઇએ કે શ્રીસંત ગત 7-8 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર છે.

જોકે, દિવાળીને લઇને દરેક ઘરના લોકો તરફથી તેમને વીડિયો મેસેજ મોકલવામાં આવ્યા હતા. ત્રણ-ત્રણ કન્ટેસ્ટંટ પેયર બનાવવામાં આવી હતી. ત્રણમાંથી કોઇ એક કન્ટેસ્ટંટને વીડિયો મેસેજ જોવાની તક મળવાની હતી. ત્રણેય લોકોમાંથી એક સદસ્યનું નામ નક્કી કર્યું હતું. જે પોતાના ઘરના સદસ્યનો મેસેજ જોશે.

દીપિકા અને સૃષ્ટિએ રોમિલનું નામ પસંદ કર્યું પરંતુ રોમિલે બિગ બોસથી વિનંતી કરી કે આ તક સૌમીને મળે, અને બિગ બોસ આ વાત માની લીધી અને આ કુરબાની આપીને રોમિલ હીરો બની ગયો.