Sports The cricketer was out of his own absence, run out
  • Home
  • Sports
  • Cricket
  • આ ક્રિકેટર પોતાની મૂર્ખામીથી થયો રન આઉટ, Video જોઇ મગજ ચકરાવે ચડશે

આ ક્રિકેટર પોતાની મૂર્ખામીથી થયો રન આઉટ, Video જોઇ મગજ ચકરાવે ચડશે

 | 2:04 pm IST

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમવામાં આવી રહેલી અબુ ધાબી ટેસ્ટ મેચમાં એક એવો રન આઉટ જોવા મળ્યો જે જોઇને તમારા હોશ ઉડી જશે. આ રન આઉટ ક્રિકેટ ઇતિહાસના સૌથી અલગ રન આઉટમાંથી એક માનવામાં આવી રહ્યો છે.

જોકે, પાકિસ્તાનની બીજી ઇનિંગ્સના 53મી ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન અજહર અલી ખૂબ વિચિત્ર રીતે રન આઉટ થયા છે. કોઇને વિશ્વાસ નથી થતો કે કોઇ બેટ્સમેન આ રીતે પણ આઉટ થઇ શકે છે.

થયું એવું કે અજહર અલીએ ઓસ્ટ્રેલિયાના તેજ બોલર પીટર સિડલના બોલ પર ઓફ સાઇડમાં શોટ રમ્યો અને રન માટે દોડી ગયા. બોલ સીધી બાઉન્ડ્રી પાસે જતો રહ્યો. જ્યારે પિચ પર બન્ને બેટ્સમેન અસદ શફીફ અને અજહર અલી એવું વિચારીને વાત કરવા લાગ્યા કે બોલ બાઉન્ડ્રી લાઇન પર જતો રહ્યો છે.

અંહી બન્ને બેટ્સમેનથી ભૂલ થઇ ગઇ અને બાઉન્ડ્રી લાઇનની પાસે મિચેલ સ્ટાર્કે બોલને પકડીને વિકેટકીપર ટીમ પેનનેફેંકી દીધો. ટીમ પેને કોઇ ભૂલ ન કરતા થ્રોને પકડીને સ્ટંપ પર લગાવી દીધો. જેનાથી અજહર અલી રન આઉટ થઇ ગયો. સોશિયલ મીડીયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

અજહર અલીનું રન આઉટ થવા પર આ રીતે ખૂબ અજીબ રહી. અજહર અલી બોલને જોયા વગર ફોર સમજીને નોન સ્ટ્રાઇક પર ઉભા શફીકની સાથે વાતચીત કરવા માટે પિચની વચ્ચે આવીને ઉભા રહી ગયાય બન્ને બેટ્સમેન વાતમાં મશગૂલ હતા. જ્યારે બોલ થર્ડ મેન તરફ બાઉન્ડ્રીની થોડીક જગ્યા પહેલાજ રોકાઇ ગઇ.

સ્ટાર્કે તેની આ ભૂલનો ફાયદો ઉઠાવતા ટિમ પેન તરફ બોલ ફેંક્યો અને પેને રાહ જોયા વગર તેને આઉટ કરી દીધો. આ જોઇને અજહર અલી ખૂબ હેરાન પણ થયા અને તે કઇ સમજી ન શક્યા કે હકિકતમાં થયું શુ છે . અજહર 64 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.