Sports tokyo-s-olympics-delayed-big-question-is-who-will-pay-the-bills-for-another-year
  • Home
  • Corona live
  • જાપાનને પડતા પર પાટું, કોરોનાની કળ નથી વળી ત્યાં આવી પડી નવી મુશ્કેલી

જાપાનને પડતા પર પાટું, કોરોનાની કળ નથી વળી ત્યાં આવી પડી નવી મુશ્કેલી

 | 11:41 am IST

ટોક્યો ઓલિમ્પિક 2021 સુધી મોકૂફ છે. હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે. આ વિલંબને કારણે કોની ખોટ થશે અને આ નુકસાન કેટલું મોટું થશે? પ્રથમ જવાબ જે ધ્યાનમાં આવે છે તે જાપાનના કરદાતા છે. ચાલો એક નજર કરીએ આ ઇવેન્ટ લઇને કેટલું નુકસાન થઈ શકે છે.

જાપાનના એક ખાનગી ન્યૂઝ પેપર મુજબ સ્થાનિક આયોજકોથી વાતચીતના આધાર પર અંદાજો લગાવ્યો છે કે ઓલમ્પિર મોકુફ રાખવાથી 2.7 બિલિયન ડૉલર એટલે 200 અરબ રૂપિયાથી વધારે નુકસાન થશે,

આયોજકોએ સ્થળ માટે નવી લીઝ પર વાટાઘાટો કરવી પડશે. એરેના જાળવણી માટે ચૂકવણી કરવી પડશે અને કદાચ આ વખતે મામલો અલગ છે. આ સાથે, તેઓએ રીઅલ એસ્ટેટ ડેવલપર્સ સાથે પણ વાત કરવાની રહેશે જેઓ એથલેટ વિલેજમાં ઉપયોગમાં લેવામાં આવતા એપાર્ટમેન્ટ્સનું વેચાણ કરી રહ્યાં છે. ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં 3500 સ્ટાફ સભ્યો પણ છે અને કેટલાકને ખર્ચ ઘટાડવાના કારણે તેમની નોકરી ગુમાવી પડી શકે છે.

ટોક્યોએ 3.3 બિલિયન ડોલર એટલે કે આશરે 250 અબજ સ્થાનિક સ્પોન્સરશિપનું વેચાણ કર્યું છે. આ અગાઉના કોઈપણ ઓલિમ્પિક્સની રકમથી બમણી છે. હવે તેઓ તેમના નાણાંનો હિસાબ માંગશે. તેઓ તેમના પૈસાના બદલામાં તેમને શું મળશે તે જાણવા માગે છે? રિફંડ, નવી ડીલ્સ અથવા નવા કરાર?

ટોક્યોમાં 33 રમતોત્સવ માટે 42 સ્થળોનું આયોજન કરવામાં આવ્યું હતું. પેરાલિમ્પિક્સ માટે વધારાના સ્થળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે તેને આવતા વર્ષ માટે કેટલા સ્થળો ઉપલબ્ધ થશે તેવું નથી.

એથ્લેટિક ગામો પણ સૌથી મોટી માથાનો દુખાવો બનશે. તેણે 11000 ઓલિમ્પિયન અને સ્ટાફ માટે ઘરો બનાવ્યા. પેરાલિમ્પિયન માટે પણ 4400 મકાનો પણ હતા. ટોક્યોના કિનારે પૉશ સાઇટ પર આશરે 5632 એપાર્ટમેન્ટ ઓલિમ્પિક બાદ વેચવામાં આવ્યા હતા. ખબર છે કે તેમાથી આશરે એક ચતુર્થાંશ પહેલા વેચાઇ ચુક્યા છે.

ઓલિમ્પિક્સના આયોજન માટે આયોજકોએ 12.6 અબજ ડોલર ખર્ચ કર્યા છે. જોકે ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારનું ઓડિટ થાય છે રિપોર્ટમાં આ રકમ આશરે 28 બિલિયન ડોલર હોવાનું જણાવાયું છે. ઓલિમ્પિકના આયોજનમાં ખર્ચ કરવામાં આવતી રકમ હંમેશાં પ્રશ્નાર્થમાં રહે છે.

જાણો સમગ્ર માહિતી : સમગ્ર દેશમાં લોકડાઉનનો આજે બીજો દિવસ F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન