Sports Virat Kohli post photo with Anushka Sharma on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટે અનુષ્કા શર્મા સાથે શર્ટ વગરની તસવીર કરી શેર, કોમેન્ટોનો થયો ઢગલો

વિરાટે અનુષ્કા શર્મા સાથે શર્ટ વગરની તસવીર કરી શેર, કોમેન્ટોનો થયો ઢગલો

 | 3:03 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરાટ અને અનુષ્કાની આ તસવીર પર ફેન્સ હવે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુષ્કા સાથેની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેની પત્ની અનુષ્કા એક ખુરશી પર બેઠી છે જ્યારે વિરાટ તેના ખોળામાં સુતા અને પોઝ આપતા નજરે આવી રહ્યો છે. આ ફોટોને શેર કરી કોહલીએ દિલવાળુ ઇમોજી પોસ્ટ કર્યું છે. આ તસવીરમાં જ્યાં કોહલી શર્ટલેસ થઈ ખૂબજ ડેશિંગ લાગી રહ્યો છે ત્યાં જ અનુષ્કા પણ ગોગલ્સ સાથે ઘણી ખૂબસૂરત નજરે આવી રહી છે.

કોહલીની આ પોસ્ટ પર ફેન્સ સારી અને સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે,‘પ્રેમ હોય તો આવો, આ બન્ને લવ બર્ડ્સની જેમ.’ જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે સુપર કપલ,‘પ્રાર્થના છે કે હમેશા સાથે રહે.’ આપને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણી વખત શેર પણ કરે છે. જે ફેન્સ ખૂબ પસંદ કરે છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરમાં મારામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન