Sports who scored a double century Coaches did not allow Jaiswal to wear goggles.
  • Home
  • Sports
  • Cricket
  • બેવડી સદી ફટકારનાર જયસ્વાલને કેમ ગોગલ્સ પહેરવા દેતા ન હતા તેના કોચ, જાણો કારણ

બેવડી સદી ફટકારનાર જયસ્વાલને કેમ ગોગલ્સ પહેરવા દેતા ન હતા તેના કોચ, જાણો કારણ

 | 12:10 pm IST

જિદ કરો, દુનિયા બદલો. આ વાક્ય જો કોઇની પર ફિટ બેસે છે તો તે છે મુંબઇનો 17 વર્ષનો ક્રિકેટર યશસ્વી જયસ્વાલ. યશસ્વીને પણ અન્ય બાળખોની જેમ ઘણા શોખ હતા. પરંતુ કોચ જ્વાલાસિંહ કડક હોવના કારણે તે શોખ તેના માટે પડકાર હતો અને આજે પરિણામ એ છે કે આજે દુનિયાભરમાં લોકોને તેને ઓળખે છે.

ન પહેરવા દીધા ગોગલ્સ

જ્વાલાસિંહે જણાવ્યું કે યશસ્વીએ સનગ્લાસ માટે ઘણી વખત ડિમાન્ડ કરી. તેની જીદ જોઇને તેમણે લાગ્યું કે તેને પૂરુ કરવા માટે તે કોઇપણ પડકારને સ્વીકાર કરી શકે છે. જ્વાલાએ જણાવ્યું કે જ્યારે તે મુંબઇ અંડર-19 માટે રમી રહ્યો હતો ત્યારે તેને છેલ્લી વખત મને કહ્યું કે સર સ્લિપમાં ફીલ્ડિંગ દરમિયાન થોડીક તકલીફ થઇ રહી છે. શું હું સનગ્લાસ પહેરી શકું છું? મેં કહ્યું અત્યારે સન ગ્લાસ પહેરવા માટે તારો ટાઇમ નથી આવ્યો. જ્યારે તેને ઝારખંડ વિરુદ્ધ 200 રન બનાવ્યા તો મેં પોતે કીધું કે હવે ગોગલ્સ લગાવી શકે છે. હું પોતે તેના માટે ગોગલ્સ લાવ્યો હતો.

આ અંગે યશસ્વીએ કહ્યું કે સ્લિપમાં ફીલ્ડિંગ દરમિયાન ઘણી વખત મને વિકેટ કીપર કે અન્ય ખેલાડી તેમના ગોગલ્સ આપતા હતા. મેં તે દરમિયાન પણ તેને ક્યારેય પહેર્યા નથી અને માથા પાછળ તેને લગાવ્યા. જ્યારે શનિવારે સરનો ફોન આવ્યો કે મારા માટે ગોગલ્સ ખરીદી લીધા છે તો હું ખુશ થઇ ગયો. હું તેમના બાકીના પડકાર પણ પૂરા કરવાની કોશિશ કરીશ.

હેલમેટ માટે પણ ધમકાવ્યો

જ્વાલાએ કહ્યું કે એવો જ એક પડકાર હેલમેટ માટે તેને સ્વીકાર્યો. તેમણે કહ્યું બે વર્ષ પહેલા દસ હજાર રૂપિયા માટે કૂપન મળી. તે સમયે તેની પાસે સારું હેલ્મેટ ન હતું. આ કૂપનનું તે હેલ્મેટ લઇ આવ્યો. જ્યારે મને ખબર પડી કે હેલ્મેટ પંદર હજારનું છે તે મેં તેને ધમકાવ્યો અને કહ્યું કે આટલું કિમતી હેલ્મેટ નથી પહેરવાનું. તે નિરાશ થઇ ગયો. હેલ્મેટ માટે તારે ઇન્ડિયા અંડર-19 કે પછી મુંબઇ માટે રણજી રમવાની છે. જે રીતે તેને ગોગલ્સ જીત્યા તે રીતે તેને હેલ્મેટ પણ જીતી લીધું.

એક પડકાર હજી પણ બાકી

યશસ્વી માટે આગામી પડકાર મોટો હતો. જ્વાલાએ કહ્યું કે જ્યારે તે ઇન્ડિયા અંડર-19 એશિયા કપ જીતીને આવ્યો ત્યારે મને ઇન્ડિયાની કેપ આપી. એવું એટલા માટે કારણકે મારી બર્થડે 23 તારીખે હોય છે અને તેની જરસીનો નંબર પણ 23 છે. જ્યારે મેં કેપ પહેરવાથી ઇન્કાર કરી દીધો તો તે નિરાશ થયો. પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે જે દિવસે તુ ઇન્ડિયા માટે રમીશ તે દિવસે પહેરીશ તો તેને નવા પડકાર તરીકે સ્વીકાર કરી લીધો.

આ પણ જુઓ : ગીર સોમનાથ જિલ્લામાં યુવકની પીટાઈનો વીડિયો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન