Sports why kohali like duke ball you know
  • Home
  • Sports
  • Cricket
  • આખરે ડ્યૂક બોલ પર આટલો કેમ ફિદા છે કોહલી? જાણો વિગતે

આખરે ડ્યૂક બોલ પર આટલો કેમ ફિદા છે કોહલી? જાણો વિગતે

 | 9:25 am IST

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં બોલના ઉપયોગને લઇને નવી ચર્ચા કરી છે. કોહલીના મુજબ તે દુનિયાના કોઇપણ ભાગમાં ડ્યૂક બોલથી ટેસ્ટ ક્રિકેટ રમવાનું પસંદ કરશે. આ પહેલા ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રને અશ્વિન પણ એસજીની તુલનામાં કૂકાબૂરાને યોગ્ય ગણાવી ચૂક્યા છે. જણાવી દઇએ કે હાલ ટેસ્ટ ક્રિકેટમાં ડ્યૂક્સ, કૂકાબૂરા અને એસજી બોલનો ઉપયોગ થાય છે. ભારત હાથથી બનેલા એસજી બોલનો કરે છે. તો ચાલો જોઇએ ત્રણેય બોલમાં શુ અંતર છે.

ભારતમાં ઉપયોગમાં લેવાતી એસજી બોલને નાટકીય અંદાજમાં કોહલી અને અશ્વિને નકારી દીધા છે. આ બન્ને ખેલાડી માને છે કે ઓસ્ટ્રેલિયામાં મશીનથી બનેલા કૂકાબૂરા બોલ કે કે પછી ઇંગ્લેન્ડમાં હાથથી બનાવવામાં આવતા ડ્યૂક બોલની ક્વોલીટીથી વધારે સારા છે.

એસજી બોલની સીમ ટેસ્ટ મેચની ઇનિંગ્સન અંત સુધી સ્પષ્ટ રહે છે. તેનાથી સ્પિનર્સને બોલ ગ્રિપ કરવામાં મદદ મળે છે અને તેજ બોલરોને પણ બોલને ઉઠેલી સીમની સાથે રિલીઝ કરવામાં ફાયદો થાય છે. આ બોલ ત્યારે વધારે સ્વિંગ કરે છે. જ્યારે આ બોલની એક સાઇડની શાઇન યથાવત રાખવામાં આવે છે. ત્યારે આ વધારે સ્વિંગમાં મદદરૂપ થાય છે..આ બોલથી સ્પિનર્સને વધારે ડ્રિફ્ટ અને પેસરોને સારી રિવર્સ સ્વિંગ મળે છે.

કૂકાબૂરા બોલની સીમ જલદીથી ફેડ થાય છે. જ્યારે આ નવા બોલની સીમ સારી રહે છે તો આ સ્વિંગ અને હરકત કરે છે. પરંતુ બોલ જૂની હોવાની સાથે-સાથે તેની સીમ પર અસર પડે છે અને આ બોલની સ્વિંગ પણ ખતમ થઇ જાય છે. તેનાથી તે બોલર જે આંગળીને મદદથી બોલને સ્પિન કરે છે. તેની બોલિંગમાં બોલથી ખાસ મદદ મળતી નથી. આ કારણે તે પિચથી પણ કોઇ ખાસ લાભ લઇ શકાતો નથી. જોકે, કૂકાબૂરાના બોલથી લેગ સ્પિનર અને હિટ-દડેક વાળા બોલર્સને સારી મદદ મળે છે.

કૂકાબૂરામી અપેક્ષામાં ડ્યૂકની સીમ સૌથી વધારે છે. આ બોલની સીમ 50 ઓવરની રમત બાદ પણ યથાવત રહે છે. આ બોલ વધારે સ્વિંગ કરે છે અને સીમ અને સ્વિંગ બોલીંગમાં પસંદ આવતી નથી. ઇંગ્લેન્ડમાં સીમ અને સ્વિંગ બોલર આ કારણથી જ સફળ રહ્યા છે.

કૂકાબૂરાના બોલથી ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રીકા, પાકિસ્તાન, શ્રી લંકા અને જિમ્બાબ્વે જેવા દેશ આ બોલથી રમે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં જો ટેસ્ટ મેચ આયોજીત થઇ રહ્યા છે તો અંહી ડ્યૂક બોલનો ઉપયોગ થાય છે. જ્યારે એસજીના બોલનો ઉપયોગ માત્ર ભારતમાં જ થાય છે.