Sports yuvraj singh birthday Do not go to the hospital to win the country World Cup
  • Home
  • Sports
  • Cricket
  • થઇ રહી હતી લોહીની ઉલટી, યુવરાજે કહ્યું – હોસ્પિટલ નથી જવું દેશને જીતાડવો છે વર્લ્ડ કપ

થઇ રહી હતી લોહીની ઉલટી, યુવરાજે કહ્યું – હોસ્પિટલ નથી જવું દેશને જીતાડવો છે વર્લ્ડ કપ

 | 11:55 am IST

સિક્સર કિંગથી મશહૂર યુવરાજ લાંબા સમયથી ટીમની બહાર છે. યુવરાજ આજે 12 ડિસેમ્બર એટલે કે 37 વર્ષનો થઇ ગયા છે. દેશ માટે કઇ કરી નાખવું તેનું જુનુન કેવું હોય છે તે કોઇ સિક્સર કિંગ યુવરાજથી જાણો. તમે ખાસ કરીને એવું જોયું હશે કે ખેલાડી થોડાક પણ ઇજાગ્રસ્ત થાય છે તો તે ફીજીયોની સાથે થોડાક સમય માટે મેદાનની બહાર જતા રહેતા હોય છે. પરંતુ યુવરાજ એવા નથી. 2011 વિશ્વ કપ દરમ્યાન યુવરાજને મેદાન પર લોહીની ઉલટીઓ થવા લાગી હતી. તેની સાથેના દરેક ખેલાડી તેને મેદાન છોડવા અંગે કહ્યું પરંતુ યુવરાજની અંદરથી અવાજ આવ્યો કે હું અત્યારે હોસ્પિટલ નહીં જવું. પહેલા દેશને વર્લ્ડ કપ જીતાડવાનો છે.

કેન્સર એક એવી બીમારી છે. જેનું નામ લેવું પણ લોકોને પસંદ નથી. કારણકે આ એવી બીમારી છે જેનો સમયસર ઇલાજ ન થવા પર વ્યકિતને મોત આવી શકે છે. યુવરાજને વર્લ્ડ કપ દરમ્યાન ખબર પડી કે તેને કેન્સર છે. સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીઓએ યુવરાજને વર્લ્ડ કપ ના રમવાની સલાહ આપી પરંતુ યુવરાજ હિમ્મત હાર્યા વગર દેશ માટે રમવાનો નિર્ણય કર્યો.

કેટલાક ખેલાડી જે મેદાન પર ગયા તેમને કહ્યું યુવરાજ કહી રહ્યો હતો તે તેને ભારતને જીતાડવું છે અને ભારતને વિશ્વ કપ અપાવવો છે. પાછો નહીં જવું. તેને તેની કેન્સરની લડાઇને 2013માં તેની લખેલા પુસ્તક ધ ટેસ્ટ ઓફ માઇ લાઇફમાં કહ્યું છે.

કોઇ પણ બીમારી તમને અંદરથી તોડવા માટે કાફી હોય છે. તમે ચારેય તરફ નિરાશ થઇ જાવ છો. પરંતુ તમારે નિરાશ થવાની જગ્યાએ તે બીમારી સામે લડવું જોઇએ. બીમારીના સમયે તમારા મનમાં જે મુશ્કેલ સવાલ આવે છે તેનો સામનો કરવો જોઇએ.