Spot fixing case: Supreme Court asked the BCCI to reconsider its order of life ban on S Sreesanth
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવાયો, BCCIને સુપ્રીમ કૉર્ટે આપ્યો મોટો આદેશ

શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવાયો, BCCIને સુપ્રીમ કૉર્ટે આપ્યો મોટો આદેશ

 | 11:16 am IST

IPL સ્પૉટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંતની અરજી પર સુપ્રીમ કૉર્ટે શુક્રવારનાં રોજ પોતાના ચુકાદો સંભળાવ્યો. શુક્રવારની સવાર શ્રીસંત માટે ખુશખબરી લઇને આવી. IPLમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બૈન હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કૉર્ટે BCCIને 3 મહિનાની અંદર આ સમગ્ર મામલે પોતાનો રીપોર્ટ સોંપવાનું કહ્યું છે.

જસ્ટિસ ભૂ।ણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે BCCIની પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. કૉર્ટે BCCIને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કૉર્ટે કહ્યું કે BCCI શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે BCCIએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે BCCIએ શ્રીસંત પર IPL-2013માં સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠરતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. આની વિરુદ્ધ શ્રીસંતે સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી હતી. આ પહેલા BCCIએ કૉર્ટમાં કહ્યું હતુ કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતને બેઇજ્જત કરવાનો આરોપ છે.

શ્રીસંત, અંકીત ચૌહાણ અને અજીત ચંદીલા સહિત સ્પૉટ ફિક્સિંગમાં મામલે તમામ 36 આરોપીઓને જુલાઈ 2015માં પટિયાલા હાઊસ કૉર્ટે ગુનાહિત કેસમાંથી મુક્ત કર્યા હતા. શ્રીસંતે છેલ્લી વન ડે શ્રીલંકા સામે 2011માં રમી હતી. જ્યારે છેલ્લી ટેસ્ટ 2011માં ઇંગ્લેન્ડ સામે રમી હતી.  એ પણ સંયોગ છે કે શ્રીસંતે ટેસ્ટમાં પદાર્પણ ઇંગ્લેન્ડ સામે  અને વન ડેમાં પદાર્પણ શ્રીલંકા સામે કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન