સ્પોટ ફિક્સિંગના ખેલાડીને ઘરેલુ મેચમાં પણ ન રમવા દો : આફ્રિદી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સ્પોટ ફિક્સિંગના ખેલાડીને ઘરેલુ મેચમાં પણ ન રમવા દો : આફ્રિદી

સ્પોટ ફિક્સિંગના ખેલાડીને ઘરેલુ મેચમાં પણ ન રમવા દો : આફ્રિદી

 | 7:20 am IST

ઈસ્લામાબાદ, તા. ૧૯

પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એક વખત મેચ ફિક્સિંગનું ભૂત ધૂણવા લાગ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ લીગમાં થયેલા ફિક્સિંગ કાંડ બાદ પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ રોષે ભરાયા છે. આ દરમિયાન શાહિદ આફ્રિદી અને મોહમ્મદ હાફિઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમક્ષ માગણી કરી છે કે, આ મુદ્દે ગંભીર તપાસ કરવામાં આવે. તે ઉપરાંત જેટલા દોષિતો છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે. આવા ખેલાડીઓને ક્રિકેટમાંથી જ બહાર કરી દેવા જોઈએ.

આફ્રિદીએ વધુમાં જણાવ્યું કે, આ પહેલાં પણ અનેક વખત ફિક્સિંગના મુદ્દા બોર્ડ સામે આવ્યા છે પણ તેમણે નરમ વલણ દાખવીને ખોટું કર્યું છે. આવા કિસ્સામાં પકડાયેલા ખેલાડીઓ સામે કોઈ નરમાશ કે રાહત ન દાખવવી જોઈએ. આવા ખેલાડીઓને રાહત આપીને પાછા લાવવામાં આવ્યા તે જ સૌથી મોટી ભૂલ છે. તેણે વાતવાતમાં ફિક્સિંગના આરોપ મોહમ્મદ આમિરને પરત લેવામાં આવ્યાનો પણ વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ મોહમ્મદ હાફિઝે જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ ફિક્સિંગના મુદ્દાને સરળતાથી ન લેવો જોઈએ. આવા કિસ્સામાં સપડાયેલા અને ભ્રષ્ટાચાર કરતા ખેલાડીઓને આકરી સજા કરવી જોઈએ. તેમને આકરી સજા થશે ત્યાર પછી જ તેઓ આવી પ્રવૃત્તિઓમાં જોડાતા અટકશે. તે ઉપરાંત અન્ય ખેલાડીઓને પણ તેનાથી બોધપાઠ મળશે. હું કોઈનો વિરોધ નથી કરતો પણ આ ફિક્સિંગના કારણે અત્યાર સુધીમાં પાકિસ્તાન ક્રિકેટને ઘણું નુકસાન થયું છે જે અટકાવવું જોઈએ.

દોષિતોને સજા કરી દાખલોે બેસાડવો પડશે

આફ્રિદીએ વધુમાં જણાવ્યું કે, દોષિતોને સજા કરીને દાખલો બેસાડવો જ પડશે. જ્યાં સુધી નરમ વલણ દાખવીશું ત્યાં સુધી આવા કાંડ થતાં જ રહેશે. ફિક્સિંગમાં પકડાયેલા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં પણ રમવાની પરવાનગી ન આપવી જોઈએ. અત્યાર સુધી આ કિસ્સામાં આપણે આવા નિર્ણય નથી લીધા. ભૂતકાળમાં આપણે કોઈ ઉદાહરણ સ્થાપિત નથી કર્યું તેનો આ લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. દોષિત ખેલાડીઓને ચાર-પાંચ વર્ષની સજા બાદ ફરીથી ટીમમાં સ્થાન આપવામાં આવે છે અને તેના કારણે જ આ લોકો અટકતા નથી.