મચકોડ અને સાંધાનાં દુખાવામાં આ કસરત કરવાથી મળશે રાહત - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • મચકોડ અને સાંધાનાં દુખાવામાં આ કસરત કરવાથી મળશે રાહત

મચકોડ અને સાંધાનાં દુખાવામાં આ કસરત કરવાથી મળશે રાહત

 | 12:12 am IST

ફિટનેસ :- વિધિકા શાહ

અવાર નવાર તમારા કામના સ્થળે અથવા તમારી આસપાસ એવા લોકોને જોયા હશે જેમણે શરીરના કોઇ ભાગ પર મચકોડ આવી ગઇ હોય અથવા સાંધામાં દુઃખાવો થતો હોય છે .આપણે આવી ઘણી ફરિયાદ સાંભળી હશે. તેના માટે આપણે ઘણા ઘરેલુ ઉપાય પણ કરતા હોઇએ છીએ.મચકોડ કે સાંધાના દુખાવાની ભલે દવા કરવામાં આવે પણ તે એક અઠવાડિયા માટે આરામ આપશે. આ દુખાવાને અને તેની સમસ્યાને જળમૂળમાંથી દૂર કરવા લાંબો સમય લાગે છે. તેના માટે યોગ અને કસરત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. પણ તે માટે વ્યવસ્થિત રીતે યોગ અને યોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે.

કસરત કરતાં પહેલાં વોર્મઅપ કરવું જરૂરી છે

કોઇપણ પ્રકારની કસરત કરતાં પહેલા વોર્મઅપ કરવું જરૂરી છે. વ્યાયામ કરતા પહેલા સ્ટ્રેચિંગ એટલે કે સ્નાયુઓનું ખેંચાણ જરૂરી છે, જેના કારણે શરીરમાં લચીલાપણું આવે છે અને શરીર કસરત કરવા માટે તૈયાર થઇ જાય છે. વોર્મઅપ કરવાથી શરીર કસરત કરવાના મોડમાં આવી જાય છે. તેમજ કસરત કરવામાં આસાની રહે છે.

શરીરના બધા અંગોની કસરત જરૂરી છે

રોજબરોજ એક જ જેવી કસરત પણ ન કરવી જોઇએ. હાથ, પગ, બાવડાના સ્નાયુઓ અને હિપ્સ પર એક સરખંુ ધ્યાન આપવું જરૂરી છે. થકાવટ વાળી કસરત અને રોજ એક જેવી જ કસરતને કારણે સ્નાયુઓ વધારે પડતા ખંેચાઇ જાય છે અને અક્કડ થઇ જાય છે.માટે દરેક દિવસે શરીરના અલગ અલગ ભાગની કસરત કરવી જરૂરી છે. જેનાથી શરીરમાં દુખાવો રહેતો નથી અને શરીરના બધા ભાગ કાર્યરત રહે છે.

વેઈટ લિફ્ટિંગ કસરત

વેટ લિફ્ટિંગ કસરતમાં ધીરેધીરે વજનમાં વધારો કરવો. જેના કારણે સ્નાયુઓ તેનાથી ટેવાઇ જાય અને ખેંચાણનો અનુભવ ન થાય. શરૂઆતમાં ઓછું વજન ઊંચકવું અને ત્યારબાદ ધીરેધીરે વજનમાં વધારો કરવો. શરૂઆતમાં ક્યારે પણ વધારે વજન ઊંચકવાનો પ્રયત્ન કરવો નહીં. એક અઠવાડિયા સુધી ઓછું વજન ઊંચકવું અને ત્યારબાદ ધીરેધીરે વજનમાં વધારો કરવો.શરૂઆતમાં ક્ષમતા બહાર ક્યારે પણ વજન ઉંચકવું નહી

ટ્રેનરની સલાહ લેવી જરૂરી છે

વેટ લિફ્ટિંગની શરૂઆત કરતાં પહેલા કોઇ સારા ટ્રેનરની સલાહ લેવી જરૂરી છે. કારણ કે ટ્રેનર તમારા શરીરના અનુરૂપ વજન ઊંચકવાની સલાહ આપશે. તેમજ તમારા શરીરના અનુરૂપ કસરતો વીશે પણ જાણકારી આપે છે. તેમજ વર્કઆઉટ શરૂ કરતાં પહેલા આરામદાયક કપડાં પહેરવા જરૂરી છે.

આરામ કરવો પણ જરૂરી છે

કસરત કર્યા પછી આરામ કરવો પણ એટલો જ જરૂરી છે. કસરત દરમિયાન સાંધા ઉપર અને ઘૂંટણ પર તેની અસર થઇ શકે છે. માટે કસરત દરમિયાન જ્યારે તમે કોઇ શારીરિક મુશ્કેલી અનુભવો ત્યારે થોડી વાર આરામ કરવો પણ ખુબ જરૂરી છે.

કસરત દ્વારા મચકોડ અને સાંધાના દુખાવામાં રાહત તો મળે છે પણ નિયમીત કસરત પણ શીરરને તંદુરસ્ત રહે છે અને સ્વાસ્થ પણ સારૂ રહે છે. કસરત કરવાથી સ્નાયુઓ કસાયેલા રહે છે અને હાડકા પણ મજબૂત થાય છે.માટે જ નિયમીત કસરત કરવી સ્વાસ્થ માટે ફાયદા કારક છે.

[email protected]