Sputnik V vaccine is effective in fighting Omicron variant of corona
  • Home
  • Top News
  • કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ સામે આ રસી કારગર હોવાનો દાવો

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ સામે આ રસી કારગર હોવાનો દાવો

 | 9:56 pm IST
  • Share

  • પરીક્ષણ આક્રમક રીતે થવું જોઈએ: ડૉ ગુલેરિયા
  • લોકોએ વહેલી તકે વેક્સિનનો બીજો ડોઝ લઈ લેવો જોઈએ
  • વૈજ્ઞાનિકો જીનોમ સિક્વેંન્સિગ દ્વારા તેના પ્રભાવની ક્ષમતા તપાસી રહ્યા છે

 

ગમલેયા ​​રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ દાવો કર્યો છે કે સ્પુતનિક વી અને સ્પુતનિક લાઇટ રસી કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે લડવામાં સક્ષમ છે. ગલમેયા​ઇન્સ્ટિટ્યૂટ માને છે કે સ્પુટનિક વી અને લાઇટ ઓમિક્રોનને બેઅસર કરશે કારણ કે તે અન્ય રસીઓની સરખામણીમાં વાયરસના મ્યૂટેશન સામે સૌથી વધુ અસરકારકતા ધરાવે છે.

સંસ્થા તરફથી કહેવામાં આવ્યું છે કે, જો આમાં કોઈ સંશોધનની જરૂર ન પડી તો અમે 20 ફેબ્રુઆરી, 2022 સુધીમાં કેટલાક કરોડ સ્પુતનિક ઓમિક્રોન બૂસ્ટર પ્રદાન કરીશું.જણાવી દઈએ કે, પૂરી દુનિયા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ચિંતિત છે અને વિશેષજ્ઞોએ સ્પષ્ટ કર્યું છે કે, આ વાયરસથી સંક્રમિત થતા લોકો પર વેક્સિનની અસર પણ ઓછી થઈ શકે છે.

ઓમિક્રોન 30થી વધુ મ્યૂટેશનને કારણે વધુ ચેપી છે: ડૉ ગુલેરિયા

આ વાયરસની ગંભીરતા અંગે AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, કોરોનાના આ નવા વેરિઅન્ટના સ્પાઈક પ્રોટીનમાં 30 થી વધુ ફેરફારો થયા છે, જે તેને ઇમ્યુનોસ્કેપ મિકેનિઝમ વિકસાવવાની ક્ષમતા આપે છે. તેમણે કહ્યું કે, સ્પાઇક પ્રોટીનની હાજરી કોઈપણ માનવ શરીરના કોષોમાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે. તે વ્યક્તિના શરીરને સંક્રમિત કરવા અને ચેપ ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો