ખિસકોલીએ સિદ્ધાર્થને ભગવાન બુદ્ધ બનાવ્યા ! - Sandesh
NIFTY 10,758.65 +48.20  |  SENSEX 35,467.89 +181.15  |  USD 68.0550 -0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • ખિસકોલીએ સિદ્ધાર્થને ભગવાન બુદ્ધ બનાવ્યા !

ખિસકોલીએ સિદ્ધાર્થને ભગવાન બુદ્ધ બનાવ્યા !

 | 11:37 pm IST

ચિંતન । વી.એમ. વાળંદ

સમુદ્ર મંથનના સમયે દેવો અત્યંત કિંમતની રત્નોથી સંતોષ પામ્યા નહીં, ભયંકર ઝેરથી ભયભીત થયા નહીં, જ્યાં સુધી અમૃત પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી અટક્યા નહીં, ધૈર્યવાન મનુષ્યો એમણે કાર્યસિદ્ધ ન થાય ત્યાં સુધી અટકતા નથી.

ઘરબાર અને રાજપરિવાર છોડીને સિદ્ધાર્થે (બુદ્ધે) સત્યની શોધ માટે સ્વયંને સમર્પિત કરી તપૃર્યાનો પ્રારંભ કરી દીધો તે વખતની વાત છે. રાજઘરણાના વૈભવી સુખોથી ટેવાયેલા સિદ્ધાર્થ માટે અરણ્યવાસ કરવો કઠિન હતું. એમાં પાછા નિરંતર તપ, સાધના વ્રત, ઉપવાસ કરતા રહેવાનું અસહ્ય લાગવા માંડયું. એમ છતાં ધૈર્ય અને તિતિક્ષા રાખી તપૃરણ ચાલુ જ રાખ્યું. ભોજન ઘટતાં ઘટતાં નિરાહારપણું આવી ગયું. વસ્ત્ર ઘટતાં ઘટતાં વલ્કલપણું અને દિગંબર સ્થિતિ આવી ગઈ. આમ છતાં આત્મશાંતિની ઉપલબ્ધિ ન થઈ, પરમ આનંદનો સાક્ષાત્કાર ન થયો તો એમને વિચાર આવવા લાગ્યા કે મનની શાંતિ જ મૃગજળ જેવી લાગે છે. સંસાર તો અસાર છે જ પણ સત્ય અને પરમતત્ત્વની વાતો કરવામાં આવે છે. એ પણ અસાર જ લાગે છે ! સુખ સ્વયં ભ્રાંતિરૂપ લાગે છે. અહીં બધુ દુઃખ, દુઃખ, દુઃખ જ છે. (સર્વમિદં દુઃખ, દુઃખમ્) તપ અને સાધના છોડીને સિદ્ધાર્થે ઘેર પાછા ફરવાનો નિર્ધાર કરી લીધો, તે ઊભા થઈને વનની બહાર નીકળવા ચાલવા માંડયા.

આ વખતે રસ્તામાં ઠંડા જળનું એક સરોવર આવ્યું. એના કિનારે ઊભા રહીને તે તેના તરફ જોવા લાગ્યા. એમની નજર એક ખિસકોલી પર પડી. તે વારંવાર સરોવરમાં ડૂબકી મારતી, બહાર આવતી, રેતીમાં આળોટતી અને પાછી નદીમાં ડૂબકી મારવા દોડી જતી, સિદ્ધાર્થે ક્યાંય સુધી આ જોયા કર્યું. તે પ્રાણીઓની ભાષાના જાણકાર હતા. એટલે એમણે એને પૂછયું કે, તું આ શું કરે છે તે સમજાતું નથી:. તેણે જવાબ આપ્યો આ સરોવર મારા બચ્ચાને ખાઈ ગયું છે એટલે હું મારી પૂંછડી પર એનું થોડું થોડું જળ લઈને એને ખાલી કરી દેવા માગું છું. સિદ્ધાર્થ હસી પડયા અને તેને કહેવા લાગ્યા તું તો સાવ નાદાન છે. આ રીતે તો કદી સરોવર ખાલી થતું હશે ? તારી આ જિંદગી જતી રહે તોય તું એ સરોવરને ખાલી નહીં કરી શકે, એટલે એનો પ્રયત્ન કરવાનો છોડી દે. ખિસકોલીએ જવાબ આપતાં કહ્યું. ભલે ને મારું આખું જીવન આ કામમાં લાગી જાય પરંતુ એટલું તો નક્કી છે કે થોડું થોડું પાણી કાઢતાં રહેવાના મારા કાર્યમાં હું પાછીપાની નહીં કરું. હું મારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એ માટે પ્રમાદ પણ નહીં કરું. હવે મારી પાસે વાતો કરવાનો સમય નથી. હું મારા કામમાં પાછી પરોવાઈ જાઉં છું.

ખિસકોલીએ આપેલું જ્ઞા:ન સિદ્ધાર્થના હૃદયમાં ઊતરી ગયું. એમનામાં ફરી આત્મવિશ્વાસનો સંચાર થયો એમની અંતઃચેતના પુનઃજાગૃત થઈ ગઈ. એમના અંતરાત્મામાંથી અવાજ આવ્યો ! આટલી નાની અમથી ખિસકોલી પણ એના અસંભવ કાર્ય માટે પણ કેટલી સંનિષ્ઠ છે. એ કેવા ઉત્સાહથી એનું કાર્ય કરી રહી છે. એને ખબર છે કે આ તળાવનું પાણી ખાલી કરી દેવાનું એનું સામ્યર્થ નથી એના માટે એનો જીવનકાળ પણ ઓછો પડે એમ છે એમ છતાં એ કર્મ છોડીને એ નિષ્ક્રિય બેસી રહેતી નથી. મારે આની પાસેથી શીખવા જેવું છે. હું થોડા સમયમાં તપ અને સાધના છોડી દઈને ઘેર પાછો જવા નીકળી ગયો છું. એ કેટલે અંશે યોગ્ય ગણાય ? આત્મ-અનુભૂતિના માર્ગે હું તો ઘણો આગળ વધી ગયો છું. કાર્યમાં આવેલી નિષ્ફળતાથી મારે ધીરજ ગુમાવી દેવી ન જોઈએ..!

સિદ્ધાર્થ એમની તપસ્થળી તરફ પાછા ફરી ગયા અને ફરી અદમ્ય ઉત્સાહથી તપ અને સાધના કરવા લાગ્યા. રોજ સવારે તે પોતાની જાતને કહેતા. પેલી ખિસકોલી મારી ગુરુ છે. એણે મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી દીધો છે. જ્યાં સુધી સત્યનો સાક્ષાત્કાર અને આત્મ-અનુભૂતિ ન કરી લઉં ત્યાં સુધી હવે હું અટકીશ નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી એના માટે ઝઝૂમતો રહીશ. આ જન્મમાં નહીં મળે તો આવતા જન્મમાં નિર્વાણ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તપ અને સાધના ચાલુ જ રાખીશ ! આ અડગ નિર્ધારથી અંતે આત્મા-સાક્ષાત્કાર પામી સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. એક ખિસકોલીએ આપેલો ઉપદેશ જો સિદ્ધાર્થે જીવનમાં ના ઉતાર્યાે હોત તો સિદ્ધાર્થ નિષ્ફળ તપસ્વી બની ફરી સંસારના ભોગ ભોગવનાર રાજવી બની રહ્યાં હોત. સંસ્કૃતના એક સુભાષિતમાં સાચું જ કહ્યું છે.

રથસ્યૈકં ચક્રં ભુજગયમિતા સપ્તતુરગાઃ, નિરાલંબો માર્ગ ચરણરહિત સાહાથી હપિ રવિર્યાત્યેવાન્તં પ્રતિદિનપારસ્ય નભસઃ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતાં ની પકરણે ::

સૂર્યના રથનું પૈડું છે. એના સાત ઘોડા સર્પની ચાબુકથી કાબૂમાં રખાનારા છે. આધાર વિનાનો માર્ગ છે. એનો સારથી પણ પગ વગરનો એમ છતાં સૂર્ય દરરોજ અપાર આકાશના એક છેડાથી બીજા છેડા સુધીની યાત્રા કરે જ છે. મહાપુરુષોની ક્રિયા સિદ્ધિ એમના આત્મબળરૂપી સત્વ પર આધારિત છે. નહીં કે બ્રાહ્ય સાધનો પર.!