SRB seizes Guptas-owned Sahara Computers bank account
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દક્ષિણ આફ્રિકામાં વગદાર ગુપ્તા બ્રધર્સના વળતા પાણી, કરોડો રૂપિયા બેન્ક ખાતાઓમાંથી જપ્ત

દક્ષિણ આફ્રિકામાં વગદાર ગુપ્તા બ્રધર્સના વળતા પાણી, કરોડો રૂપિયા બેન્ક ખાતાઓમાંથી જપ્ત

 | 5:21 pm IST
  • Share

દક્ષિણ આફ્રિકાની સેન્ટ્રલ બેન્કે NRI ગુપ્તા બ્રધર્સ (Gupta Brothers)ની માલિકીવાળી કંપની સહારા કોમ્પ્યુટર્સ (Sahara Computers)ના બેન્ક ખાતામાં 13 લાખ ડોલરથી વધુની રકમ જપ્ત કરી છે. ભારતીય કરન્સીમાં આ રકમ અંદાજે 9.52 કરોડ રૂપિયા થાય છે. દક્ષિણ આફ્રિકન રિઝર્વ બેન્ક (SRB)ના ડેપ્યુટી ગવર્નરે કુબેન નાયડુએ સરકારના રાજપત્રમાં એક નોટિસ પ્રકાશિત કરીને આ માહિતી આપી. નોટિસમાં કહ્યું કે નેડબેન્કમાં આવેલ ખાતામાં જમા રકમ અને તેના પર મળેલા વ્યાજને સરકાર દ્વારા જપ્ત કરાઇ છે.

SRBએ કંપનીના એક સ્થાનિક બેન્ક ખાતામાંથી લગભગ 200 લાખ રેન્ડ (South African Currnecy Rand) એટલે કે 13 લાખ ડોલર જપ્ત કર્યા. સહારા કોમ્પ્યુટર્સના ગુપ્તા બંધુઓ ‘અજય, અતુલ અને રાજેશ’ દ્વારા શરૂ કરાયેલી પહેલી મોટી આઇટી કંપની હતી. ગુપ્તા બંધુ મૂળ ઉત્તરપ્રદેશના સહારનપુરના રહેવાસી છે. તેઓ 1990ના દાયકામાં નેલ્સન મંડેલાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકામાં લોકતંત્રની શરૂઆતમાં વસી ગયા.

એક સમયે દક્ષિણ આફ્રિકાના ટોચના IT સપ્લાયર્સમાં સામેલ હતુ સહારા કોમ્પ્યુટર

પોતાની સફળતાની ચરમ પર સહારા કોમ્પ્યુટર, દક્ષિણ આફ્રિકાની મુખ્ય આઇટી સપ્લાયર્સમાંથી એક હતી. કંપનીની પાસે એ સમયે દેશના ટોચના ત્રણ ક્રિકેટ સ્ટેડિયમોમાં નામકરણનો અધિકાર હતો અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્પોર્ટસ અને એન્ટરટેનમેન્ટના કેટલાંય ટોચના વ્યક્તિ તેની સાથે જોડાયેલા હતા.

ખોદકામથી લઇ મીડિયા સુધી ફેલાયેલો હતો બિઝનેસ

ગુપ્તા પરિવાર હવે દુબઇમાં રહે છે. દક્ષિણ આફ્રિકા સરકારી સંસ્થાનોમાંથી અબજો રેન્ડનો ચૂનો લગાવાના કેસમાં તેમની કથિત ભૂમિકાને લઇ પૂછપરચ્છ કરવા માટે પ્રત્યર્પણનો પ્રયાસ કરી રહ્યું છે. ગુપ્તા બંધુઓનો વેપાર ખાણોથી લઇ મીડિયા સુધી ફેલાયેલો હતો. 2016ની સાલમાં કેટલાંય અનિયમિત સોદાઓની માહિતી સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની બેન્કોએ ગુપ્તા પરિવારની કંપનીઓની સાથે વેપાર કરવાની ના પાડી દીધી. ગુપ્તાની ઉપર આરોપ છે કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાની સાથે ઘનિષ્ઠ સંબંધો દ્વારા અબજો રેન્ડનો ચૂનો લગાવામાં સામેલ હતા. પૂર્વ રાષ્ટ્રપતિ જુમા પણ ગુનાહિત કેસનો સામનો કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ સિવિલમાં 11 વર્ષ સુધીના 9 બાળકો કોરોનાની સારવાર હેઠળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન