NIFTY 10,184.70 +66.65  |  SENSEX 32,993.63 +233.19  |  USD 65.3300 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • SRH vs KKR: કોલકતાને મળ્યો સરળ ટાર્ગેટ, હૈદરાબાદ 128 રને અટક્યું

SRH vs KKR: કોલકતાને મળ્યો સરળ ટાર્ગેટ, હૈદરાબાદ 128 રને અટક્યું

 | 7:44 pm IST

બીજી ઈનિંગ શરૂ થાય તે પહેલા જ વરસાદની શરૂઆત થતાં મેચને રોકવામાં આવી છે. કેકેઆરને મળેલા નાના સ્કોર બાદ પણ વરસાદ તેની જીત પર પાણી ફેરવે તેવું લાગી રહ્યું છે.

IPL-10માં એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 129 રનનો પડકાર આપ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે 37 રન બનાવ્યા હતા. જ્યારે કોલકાતા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધુ 3 જ્યારે ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી.

વિજય શંકર 22 રન બનાવીને નાઈલની ઓવરમાં સૂર્યકુમાર યાદવના હાથમાં કેચ આપી બેઠો હતો. જ્યારે હૈદરાબાદને છઠ્ઠો ફટકો ક્રિસ જોર્ડનના રૂપમાં લાગ્યો હતો. ક્રિસ જોર્ડન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પાછો ફર્યો હતો. નમન ઓઝા ઈનિંગની અંતિમ ઓવરમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન 11 રને ઉમેશ યાદવની ઓવરમાં રોબિન ઉથપ્પાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ કેન વિલિયમસન 24 રને નાથન કુલ્ટરની ઓવરમાં સુર્યકુમારને કેચ આપી બેઠો હતો. વોર્નર 37 રને પીયુષ ચાવલાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઉમેશ યાદવે પોતાનો બીજો શિકાર યુવરાજસિંહના રૂપમાં કર્યો હતો. યુવરાજ માત્ર 09 રન બનાવીને પિયુષ ચાવલાને કેચ આપી બેઠો હતો.

IPL-10માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઇ રહી છે. જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે જીતનારી ટીમે ફાઇનલમાં પહોચવા માટે અન્ય એક મેચ (ક્વોલિફાયર-2) રમવી પડશે.

ગૌતમ ગંભીરની કેકેઆર ટીમ સારી લયમાં નથી. લીગ રાઉન્ડની અંતિમ બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. લીગ રાઉન્ડમાં બન્ને ટીમ વચ્ચે બે મેચ રમાઇ છે. એક હૈદરાબાદે જ્યારે બીજી કોલકાતાએ જીતી છે.

કેકેઆરને ખાલશે વોક્સની ખોટ

ઇંગ્લેન્ડનો પ્લેયર ક્રિસ વોક્સ પોતાના દેશ પરત ફર્યો છે, તેના જવાથી કોલકાતાની બોલિંગ નબળી થઇ ગઇ છે. વોક્સે આ સીઝનમાં 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. તે કોલકાતાનો મેન બોલર હતો. આ દરમિયાન તેનો ઇકોનોમી રેટ (8.77) પણ શાનદાર રહ્યો છે.