શ્રીદેવી જેવી દેખાવાના કારણે મળી હતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, બની TV ની ટોપ અભિનેત્રી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવી જેવી દેખાવાના કારણે મળી હતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, બની TV ની ટોપ અભિનેત્રી

શ્રીદેવી જેવી દેખાવાના કારણે મળી હતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, બની TV ની ટોપ અભિનેત્રી

 | 3:26 pm IST

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોપ્રિય અભિનેત્રી દીપિકા સિંહએ શ્રીદેવીના નિધનને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ‘દીયા ઔર બાતી હમ’ સીરિયલમાં સંધ્યાનું પાત્ર ભજવીને ટીવી ફેન્સની વચ્ચે પોતાની એક અલગ ઓળખ ઉભી કરનારી આ અભિનેત્રીએ કહ્યું કે, શ્રીદેવીનાં કારણે તેને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળી હતી.

શ્રીદેવીના નિધનથી દુખી દીપિકા સિંહએ ઈન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સની સાથે એક પોસ્ટ શેર કરી હતી. દીપિકા સિંહએ કેપ્શનમાં લખ્યું હતું કે, મારી સફળતાનું કારણ શ્રીદેવી છે, તેના ફેન્સને એવું લાગતું હતું કે તે શ્રીદેવી જેવી દેખાય છે અને તેના કારણે દીપિકાનાં ફેન્સ તેને પસંદ કરે છે.

આ કારણના લીધે દીપિકાને ટીવીમાં એન્ટ્રી મળી હતી. શ્રીદેવી સાથે દીપિકાની મુલાકાત સિંગાપુરમાં ‘દીયા ઔર બાતી હમ’ ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આજે પણ દીપિકાને શ્રીદેવીની સ્માઈલ યાદ છે.

"I find that the harder I work, the more luck I seem to have." Thomas Jefferson

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on

તમને જણાવી દઈએ તે ટીવી ફેન્સ દીપિકાના કમબેકની રાહ જોઈ રહ્યા છે. પ્રેગ્નેન્સી પછી દીપિકાએ ટીવી સીરિયલમાંથી બ્રેક લીધો હતો, તે જલ્દી ટીવી પર કમબેક કરશે.