શ્રીલંકાએ ICCમાં કરી ફરિયાદ, આ રીતે ક્રિકેટ ન રમી શકાય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીલંકાએ ICCમાં કરી ફરિયાદ, આ રીતે ક્રિકેટ ન રમી શકાય

શ્રીલંકાએ ICCમાં કરી ફરિયાદ, આ રીતે ક્રિકેટ ન રમી શકાય

 | 3:24 pm IST

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ નવી દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર રમાઈ હતી. આ મેચ દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું જેને કારણે શ્રીલંકન ખેલાડીઓ મેચના બીજા અને ચોથા દિવસે માસ્ક પહેરી મેદાને ઊતર્યા હતા. આ મેચ ડ્રો રહ્યા બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા ICCમાં ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં પ્રદૂષણ વધુ હોવા છતાં તેમના ખેલાડીઓને રમવા માટે મજબૂર કરાયા હતા.

આ મામલે શ્રીલંકના રમત મંત્રી દયાસિરી જયશેખરાએ કહ્યું કે, અમે આ રીતે ક્રિકેટ ન રમી શકીએ કારણ કે, અમારા ચાર ખેલાડીઓને ઊલટી થઈ રહી હતી. શ્રીલંકન મંત્રીએ કહ્યું કે, ICCએ સૂચના આપી હતી કે તે યોગ્ય પગલું ભરશે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, ICCએ આ મામલે શું કર્યું છે.