NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતની ધરતી પર શ્રીલંકન ટીમનો ટેસ્ટ રેકોર્ડ આશ્ચર્યમાં નાંખે તેવો…જુઓ ક્લિક કરીને

ભારતની ધરતી પર શ્રીલંકન ટીમનો ટેસ્ટ રેકોર્ડ આશ્ચર્યમાં નાંખે તેવો…જુઓ ક્લિક કરીને

 | 6:44 pm IST

ભારત અને શ્રીલંકા વચ્ચે 16મી નવેમ્બરથી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ કોલકાતાથી શરૂ થઈ રહી છે. શ્રીલંકાની નજર ભારતમાં પ્રથમવાર ટેસ્ટ મેચ જીતવા પર રહેશે. શ્રીલંકાની ટીમ 35 વર્ષથી ભારતમાં એકેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. શ્રીલંકાની ટીમ સૌથી પહેલાં 1982-83માં ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી બંને વચ્ચે ભારતની ધરતી પર સાત ટેસ્ટ સિરીઝ રમાઈ છે જે પૈકી પાંચ સિરીઝમાં હાર મળી છે જ્યારે બે વખત સિરીઝ ડ્રો રહી છે.

શ્રીલંકાની ટીમ છેલ્લે 2009-10માં ભારતના પ્રવાસે આવી હતી તે વખતે ભારતે 2-0થી સિરીઝ જીતી હતી. શ્રીલંકાએ તાજેતરમાં પાકિસ્તાન સામેના શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકન ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે પરંતુ બીજી તરફ ભારતીય ટીમે ગત જુલાઇ મહિનામાં શ્રીલંકાને તેની ધરતી પર ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે અને એક ટી-20માં પરાજય આપ્યો હતો. હવે શ્રીલંકાની ટીમ પોતાના દેશમાં જ મળેલી હારને ભૂલી ભારતમાં ટેસ્ટ જીતી ઇતિહાસ રચતાં નવી શરૂઆત કરવાના લક્ષ્ય સાથે મેદાને ઊતરશે.

શ્રીલંકાની ટીમ ભારતમાં અત્યાર સુધી કુલ 17 ટેસ્ટ મેચ રમી ચૂકી છે જે પૈકી 10 મેચમાં હાર મળી છે જ્યારે સાત મેચ ડ્રો કરવામાં સફળ રહી છે. બંને પાડોશી દેશો વચ્ચે કુલ ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો બંને વચ્ચે 41 ટેસ્ટ મેચ રમાઈ છે જે પૈકી 19મા ભારતે જીત મેળવી છે. શ્રીલંકાએ સાત મેચ જીતી છે જ્યારે 15 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.

શ્રીલંકન ટીમનો ભારતમાં દેખાવ
1982-83 : એક ટેસ્ટ મેચની સિરીઝ ૦-૦થી ડ્રો
1986-87 : ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ભારતે 2-૦થી જીતી
1990-91: એક ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી ભારતે જીતી
1993-94 : ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો ૩-૦થી વિજય
1997-98 : ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૦-૦થી ડ્રો રહી
2005-06 : ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો 2-૦થી વિજય
2009-10 : ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ભારતે 2-૦થી જીતી