Sri Lanka-Ireland will take the field today to strengthen their claim to the Super-12
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીલંકા-આયરલેન્ડ આજે સુપર-12નો દાવો મજબૂત કરવા મેદાનમાં ઊતરશે

શ્રીલંકા-આયરલેન્ડ આજે સુપર-12નો દાવો મજબૂત કરવા મેદાનમાં ઊતરશે

 | 3:55 am IST
  • Share

  • શ્રીલંકાની બોલિંગ સામે આયરલેન્ડ્સના બેટ્સમેનોની કસોટી 

  • વિજેતા ટીમ સુપર12માં સ્થાન મેળવવાની નજીક પહોંચશે

  • આયરલેન્ડની ટીમ શ્રીલંકાનો પડકાર ઝીલવા માટે તૈયાર

આ મેચની વિજેતા ટીમ સુપર12માં સ્થાન મેળવવાની નજીક પહોંચી જશે. શ્રાીલંકા અને આયરલેન્ડ બંને ટીમો આત્મવિશ્વાસથી સભર છે કારણ કે, બંનેએ પોતપોતાના પ્રારંભિક મુકાબલામાં અનુક્રમે નામિબિયા અને નેધરલેન્ડ્સને સાત વિકેટના સમાન માર્જિનથી પરાજય આપ્યો હતો. શ્રાીલંકન સુકાની દાસુન શનાકા સારી રીતે જાણે છે કે, આયરલેન્ડ સામે વિજય મેળવવો તેમના માટે આસાન રહેશે નહીં અને તેની ટીમે આ મેચમાં ભૂલો કરવાથી બચવું પડશે.  

શ્રીલંકન ટીમ ઓપનર કુશલ પરેરા અને પથુમ નિશાન્કા ઉપરાંત અનુભવી બેટ્સમેન દિનેશ ચંદીમલ પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે. આવિષ્કા ફર્નાન્ડો અને ભાનુકા રાજાપક્ષાએ નામિબિયા સામે કપરી સ્થિતિમાં ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. મહેશ થિકશના અને વાનિંન્દુ હસરંગાની સ્પિન જોડીએ નામિબિયાના બેટ્સમેનોને ઘણા પરેશાન કર્યા હતા અને ટૂર્નામેન્ટમાં શ્રાીલંકાની સફળતાનો મુખ્ય મદાર તેમની ઉપર રહેશે. લાહિરુ કુમારા, ચમિકા કરુણારત્ને તથા દુષ્મંતા ચામીરાની હાજરીના કારણે શ્રાીલંકન ટીમનું પેસ આક્રમણ મજબૂત જણાય છે.  

પેસ બોલર કર્ટિસ કેમ્ફરની ઘાતક બોલિંગ વડે નેધરલેન્ડ્સને હરાવ્યા બાદ આયરલેન્ડની ટીમ શ્રાીલંકાનો પડકાર ઝીલવા માટે તૈયાર છે. જોકે તેના બોલર્સ કરતાં બેટ્સમેનોની શ્રાીલંકા સામે આકરી કસોટી થશે કારણ કે શ્રાીલંકા પાસે બોલિંગ આક્રમણમાં વિવિધતા છે અને તેના સ્પિનર પ્રભાવશાળી સ્પેલ નાખી રહ્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો