ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને સિરીઝ પર કર્યો કબજો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને સિરીઝ પર કર્યો કબજો

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને સિરીઝ પર કર્યો કબજો

 | 3:57 pm IST
  • Share

જ્હોન હેસ્ટિંગ્સે લીધેલી 6 વિકેટ અને જ્હોજ બેઇલીની શાનદાર ઇનિંગ્સની(90 રન) મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી વનડેમાં શ્રીલંકાને 6 વિકેટ હરાવ્યું હતું. શ્રીલંકાએ આપેલા 213 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 31 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની સિરીઝમાં 3-1ની સરસાઇ બનાવી લીધી છે.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ જ્યોર્જ બેઇલીના અણનમ 90, એરોન ફિંચના 55, ટ્રેવિસ હેડના 40 રનની મદદથી 31 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો. જ્યારે ડેવિડ વોર્નરે 19 અને મૈથ્યૂ વેડે અણનમ 8 રનનું યોગદાન આપ્યું હતું.

Aaron fincha

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ચોથી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને સીરિઝ પર કબજો કરી લીધો હતો. આ મેચમાં રેકોર્ડની વણજાર જોવા મળી હતી. ઓપનર એરોન ફિેંચે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી 50 રન બનાવ્યા હતા. જ્યારે જ્હોન હૈસ્ટિંગ્સે 6 વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો.

આ મેચમાં એરોન ફિંચે ઝંઝાવાતી બેટિંગ કરતાં18 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જે કોઇ પણ ઓસ્ટ્રેલિયાના બેટસમેન તરફથી વન ડેમાં સૌથી ઝડપી અર્ધસદીની બરાબરીની છે. ફિંચ પહેલા સાઇમન ઓડોનેલે શ્રીલંકા સામે શારજહામાં 1990માં આટલા બોલ પર અર્ધસદી ફટકારી હતી. 2013-14માં ગ્લેન મૈક્સવેલે ભારત સામે આટલા જ બોલમાં 50 રન બનાવ્યા હતા. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ એબી ડિવિલિયર્સના નામે છે. તેણે 16 બોલમાં આ સિદ્વિ હાંસલ કરી હતી. જ્યારે સનત જયસૂર્યા, કુશલ પરેરા અને માર્ટિન ગુપ્ટિલે 17 બોલમાં 50 રન ઠોક્યા હતા.

મેચમાં હૈસ્ટિંગ્સે 45 રન આપી 6 વિકેટ લીધી હતી, આ કોઇ પણ ઓસ્ટ્રેલિયન બોલરનું શ્રીલંકા સામે બીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2011માં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ જ્હોનશને 31 રન આપી 6 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 8.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા.વનડેમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાએ આટલા ઝડપી 100 રન પૂરા કર્યા છે, જ્યારે ઓવરઓલ ચોથી કોઇ ટીમના આ સૌથી ઝડપી 100 રન છે.

મેચમાં ધનજંય ડિસિલ્વાએ ઓપનર તરીકે ડેબ્યુ વન ડે મેચમાં 76 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ડેબ્યુ મેચમાં કોઇ ઓપનર બેટસમેનનો આ બેસ્ટ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ સામન જયંતાના નામે હતો. તેણે 2003-4માં 74 રનની ઇનિંગ્સ રમી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો