sri lanka would end up just like uganda with chinese debt says ex army commander
  • Home
  • Top News
  • યુગાન્ડા બરબાદ થયું એમ શ્રીલંકા પણ ચીનના દેવામાં ડૂબી જશે

યુગાન્ડા બરબાદ થયું એમ શ્રીલંકા પણ ચીનના દેવામાં ડૂબી જશે

 | 7:21 pm IST
  • Share

  • ભૂતપૂર્વ લશ્કરી કમાન્ડર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સરથ ફોનસેકાએ આપી ચેતવણી

  • શ્રીલંકા ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે

શ્રીલંકાના ભૂતપૂર્વ લશ્કરી કમાન્ડર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સરથ ફોનસેકાએ ચેતવણી આપતા કહ્યું કે યુગાન્ડાની જેમ શ્રીલંકા પણ ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે. વર્ષ 2009માં શ્રીલંકામાં એલટીટીઈ સામે ત્રણ દાયકા સુધી ચાલેલા ગૃહયુદ્ધમાં જીત મેળવનાર સનથ ફોનસેકાએ આ વાત સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખીને જણાવી.

એરપોર્ટ પણ ચીન પાસેથી મળેલી લોનમાંથી બનાવ્યું

તેમણે યુગાન્ડામાં ચીન દ્વારા નિર્મિત એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કબજો કરવાની ઘટનાની સરખામણી દક્ષિણ શ્રીલંકાના નવા હમબનતોતા એરપોર્ટ સાથે કરી. આ એરપોર્ટ પણ ચીન પાસેથી મળેલી લોનમાંથી બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ચીને વિદેશી કૂટનીતિથી આગળ વધીને એક છાવણીમાં પોતાના ગુલામોની છાવણી બનાવી છે, તો બીજી તરફ તે અન્ય દેશોની ધરતી પર પોતાની રાજકીય અને સૈન્ય મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવામાં પણ વ્યસ્ત છે. એટલા માટે ચીન સાથે જોડાતા દેશો તેમની અખંડિતતા અને સાર્વભૌમત્વ ગુમાવે છે.

હિંદ મહાસાગરમાં નેવલ કોરિડોરનો ઉપયોગ

ફિલ્ડ માર્શલ ફોનસેકાએ કહ્યું કે રાજપક્ષેના શાસનકાળમાં પણ આવું જ થયું હતું. યુગાન્ડાની જ રૂપરેખા પર, ભ્રષ્ટ રાજકારણીઓએ રાષ્ટ્રીય યોજનાઓ અને પ્રાથમિકતાઓને અવગણીને ઊંચા વ્યાજ દરો પર ચીની લોનની મદદથી આખા દેશની સંપતિને નિર્માણ કામો અને મોટા દેવામાં ડૂબાડી દીધી.

તેમણે કહ્યું કે કોલંબો હાર્બરને વિકસાવવાને બદલે ઓછા મહત્ત્વના પ્રોજેક્ટ હમબનતોતા હાર્બરને મહત્ત્વ આપવામાં આવ્યું. હવે આ પ્રોજેક્ટ ચીનની મિલકત બની ગયો છે. તેનો ઉપયોગ હિંદ મહાસાગરમાં નેવલ કોરિડોરમાં થશે.

શ્રીલંકાની સુરક્ષા માટે ગંભીર ખતરો

ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડરે કહ્યું કે હમબનતોતા બંદરને ભારત, અમેરિકા અને અન્ય ક્વાડ દેશો ચીનના નેવલ બેઝ તરીકે જોઈ રહ્યા છે. આ શ્રીલંકાની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. આ મૂર્ખામીભર્યા નિર્ણયોનું પરિણામ અમે આગામી 60 થી 80 મહિનામાં પ્રદેશમાં નિશ્ચિત સત્તા સંઘર્ષ દરમિયાન જોઈશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો