Sri Lankan batsman dhananjaya-de-silva hit ridiculously hit-wicket
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ જગતમાં મૂંઝવણ: આવી રીતે કોઇ બેટ્સમેન હિટ-વિકેટ થાય?

ક્રિકેટ જગતમાં મૂંઝવણ: આવી રીતે કોઇ બેટ્સમેન હિટ-વિકેટ થાય?

 | 7:00 pm IST
  • Share

  • ધનંજય ડી સિલ્વા હિટ-વિકેટ આઉટ થયો
  • ધનંજય ડી સિલ્વા હિટ-વિકેટનો વીડિયો વાયરલ
  • અચરજભર્યા હિટ-વિકેટને લઇ ક્રિકેટજગતમાં ચર્ચા


શ્રીલંકાના ગૉલમાં રમાઈ રહેલી શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે બેટ્સમેન ધનંજય ડી સિલ્વા હિટ-વિકેટ આઉટ થયો હતો. કહેવા માટે તે માત્ર એક હિટ-વિકેટ હતી પરંતુ જે રીતે આઉટ થયો તે ખૂબ જ રમુજભર્યું હતું.

શ્રીલંકાની ઈનિંગની 95મી ઓવરમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો બોલર ગૈબ્રિયલ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ડી સિલ્વાએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ ટપ્પો ખાઇ સીધો વિકેટ તરફ જવા લાગ્યો હતો, પછી ડી સિલ્વાએ તેને બેટથી રોકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ જ્યારે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો, તો તેણે ફરીથી બેટ ફેરવ્યું અને આ દરમિયાન બેટ સીધું વિકેટ પર ટકરાયું હતું.

આ પ્રકારની વિકેટ ભાગ્યે જ જોવા મળે છે, જેના કારણે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ જગતમાં પણ પણ આ અંગે રસપ્રદ ચર્ચાઓ થઇ રહી છે.

ખરેખરમાં જો બેટને અથડાયા પછી બોલ વિકેટ સાથે અથડાય અથવા બેટ્સમેનનું બેટ વિકેટ સાથે અથડાય તો તેને હિટ-વિકેટ (આઉટ) કહેવામાં આવે છે.

જણાવી દઇએ કે, સોમવારે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગૉલમાં રમાઈ રહેલી ટેસ્ટનો બીજો દિવસ હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં કુલ 386 રન બનાવ્યા હતા, કેપ્ટન ડી. કરુણારત્નેએ શાનદાર સદી (147) અને ધનંજય ડી સિલ્વાએ 61 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો