Sri Lankan fast bowler Lasith Malinga announces retirement from all forms of cricket
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વખત હેટ્રિક લેનાર લસિથ મલિંગાએ ક્રિકેટને કહ્યું અલવિદા, લખી ભાવુક પોસ્ટ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વખત હેટ્રિક લેનાર લસિથ મલિંગાએ ક્રિકેટને કહ્યું અલવિદા, લખી ભાવુક પોસ્ટ

 | 7:13 pm IST
  • Share

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે મલિંગા ટેસ્ટ અને વન ડેમનાં પહેજા નિવૃતિ લઈ ચૂક્યા છે. મલિંગાએ નિવૃત્તિની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કરી હતી.

ક્રિકેટર મલિંગાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમા તેમણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટો લીધી હતી જેમના બતાવવામાં આવી છે. તેમણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, રમત પ્રત્યે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. ક્રિકેટરે કહ્યુ કે, છેલ્લા 17 વર્ષમાં મે જે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેની મેદાનમાં હવે જરૂર નથી. કેમ કે હવે મે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લીધો છે.

પરંતુ તે તે તમામ યુવાનોનોનું સતત સમર્થન અને માર્ગદર્શન કરતો રહીશ, જે રમતમાં આગળ વધવા માગે છે અને હુ હંમેશા તે બધાની સાથે રહીશ જે રમતને પ્રેમ કરે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વખત હેટ્રિક લેનાર મલિંગા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે આ ફોર્મેટમાં 107 વિકેટ લીધી છે. તો બીજી તરફ 38 વર્ષીય મલિંગાએ IPLમાં 170 વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે, આ ફાસ્ટ બોલરે તેમની છેલ્લી ટી-20 મેચ ગયા વર્ષે માર્ચમાં વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો