Sri Lankan star opener Upul Tharanga has retired from international cricket
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સૌથી વધુ વખત 200 રનની પાર્ટનરશિપ કરનાર દુનિયાના એકમાત્ર ક્રિકેટ ખેલાડીએ સંન્યાસ લીધો

સૌથી વધુ વખત 200 રનની પાર્ટનરશિપ કરનાર દુનિયાના એકમાત્ર ક્રિકેટ ખેલાડીએ સંન્યાસ લીધો

 | 6:33 pm IST
  • Share

શ્રીલંકાનો સ્ટાર સલામી બેટ્સમેન ઉપુલ થરંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે. ડાબા હાથનાં બેટ્સમેને 36 વર્ષની ઉંમરે આ મોટો નિર્ણય લીધો છે. થરંગા ગત ગણા સમયથી ટીમથી બાહર હતો. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2019મા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમી હતી. તેના પછી તે આંતરરાષ્ટ્રીય મેચમાં નજર આવ્યો ન હતો.

થરંગાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ભાવુક પોસ્ટ લખતા પોતાના સંન્યાસની જાણકારી આપી. જેમા તેણે પોતાના પરિવાર, પ્રશંસકો અને શ્રીલંકાના ક્રિકેટરનો આભાર માન્યો. તેણે લખ્યું,’દરેક સારી વસ્તુનો અંત આવે છે, મને લાગે છે આ તે સમય છે જ્યારે હું મારા 15 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયને અલવિદા કહું.’

ડાબા હાથનો સલામી બેટ્સમેન થરંગા શ્રીલંકા ક્રિકેટના વન-ડે ખેલાડીઓમાં ઉચ્ચ સ્થાનમાં સામેલ રહ્યો છે. તેણે વન-ડેમાં લગભગ 7000 અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9000થી વધુ રન બનાવ્યા છે. થરંગાએ 2005માં વન-ડે અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે ટેસ્ટની તુલનામાં તેનું વન-ડે કરિયર ખુબ જ શાનદાર રહ્યું હતું.

થરંગાએ વન-ડેમાં ગણી વિનિંગ ઇનિંગો રમી હતી. તેણે ક્રિકેટના આ ફોર્મેટમાં 235 મેચ રમી અને 34ની સરેરાશથી 76 સ્ટ્રાઇક રેટથી 6951 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 15 સદી અને 37 હાફસેંચુરી પણ ફટકારી હતી. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 174* રહ્યો. થરંગા દુનિયાનો માત્ર બેટ્સમેન છે જે વન-ડે ક્રિકેટમાં સાત વખત 200થી વધુ રનની ભાગીદારીમાં જોડીદાર રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં પણ થરંગાએ 31 મેચ રમી હતી જેમા 32ની સરેરાસથી 1754 રન બનાવ્યા. જેમા તેણે ત્રણ સદી અને આંઠ હાફસેંચુરી બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન