શ્રી શ્રીની ભારતને સિરીયા થવાની ટિપ્પણી પર વસીમ રિઝવીનો વળતો હુમલો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શ્રી શ્રીની ભારતને સિરીયા થવાની ટિપ્પણી પર વસીમ રિઝવીનો વળતો હુમલો

શ્રી શ્રીની ભારતને સિરીયા થવાની ટિપ્પણી પર વસીમ રિઝવીનો વળતો હુમલો

 | 9:01 pm IST

ભાજપ સરકાર આવ્યા પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં છે. જેનો ઉકેલ લાવવા માટે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે સોમવારે એક નિવેદન આપતા કહ્યું હતું કે, જો આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ભારત સીરિયા બની જશે. સાથે જ તેમણે કહ્યું કે, અયોધ્યા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ નથી. તેમણે આ ધાર્મિક સ્થળ પર પોતાનો દાવો છોડીને એક ઉદાહરણ રજુ કરવું જોઇએ. આધ્યાત્મિક ગુરૂએ કહ્યું હતું કે, જો કે આ મુદ્દો કોર્ટમાં છે, પરંતુ કોર્ટમાંથી પણ જે ચુકાદો આવે તેના કારણે એકાદ પક્ષ નારાજ જરૂર થશે.

શ્રી શ્રીનાં નિવેદન અંગે શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડનાં અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ નારજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, શ્રી શ્રી ભારતનાં લોકો અંગે ખોટી ધારણા માંડી રહ્યા છે. તેમણે કહ્યું કે, સીરિયા જેવી પરિસ્થિતી આપણા દેશમાં પેદા થવી શક્ય નથી. અહીં સેક્યુલર હિન્દુ અને મુસ્લિમ રહે છે. પરંતુ જો આ મુદ્દો ઝડપી નહીં ઉકેલાય તો હિન્દુ મુસ્લિમોની વચ્ચેની જે તિરાડ પડી છે તે વધુ મોટી બની શકે છે.

અત્રે નોંધનીય છે કે, સોમવારે એક ઇન્ટરવ્યુમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રીએ કહ્યું કે, અયોધ્યા રામ મંદિર વિવાદ હાલ કોર્ટમાં છે. કોર્ટ આ અંગે ચુકાદો આપશે. જો કે આ વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ આવે તે વધારે હિતાવહ છે. પક્ષોએ આંતરિક સમજુતી દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ. આ મુદ્દાનો સૌથી સારો ઉપાય છે કે, આ મુદ્દાને કોર્ટની બહાર જ ઉકેલી લેવો જોઇએ. તેમજ તેના પરિણામે હજી પણ પરિસ્થિતી વણસી શકે છે.