મોહિત અંતરાના લગ્નમાં ઉમટ્યું બોલિવૂડ, સ્ટાર ડોટર્સનો જોવા મળ્યો જલવો - Sandesh
  • Home
  • Photo Gallery
  • મોહિત અંતરાના લગ્નમાં ઉમટ્યું બોલિવૂડ, સ્ટાર ડોટર્સનો જોવા મળ્યો જલવો

મોહિત અંતરાના લગ્નમાં ઉમટ્યું બોલિવૂડ, સ્ટાર ડોટર્સનો જોવા મળ્યો જલવો

 | 2:04 pm IST

મોહિત-અંતરાનાં લગ્નમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર અને પતિ બોની કપૂરની સાથે પહોંચી હતી. ફિલ્મ ધડકનાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે જહાનવી કપૂર કઝિન ભાઈના લગ્નમાં શામેલ નહતી થઈ. મોહિત અને અંતરાની સાથે કરણ જોહરએ સેલ્ફી લીધી હતી. સંજય કપૂરની દીકરી શનાયા કપૂર લગ્નની સેરેમનીમાં જોવા મળી હતી. સોનમ કપૂરનો બોયફ્રેન્ડ આંનદ આહુજા પણ આ લગ્નમાં પહોંચ્યો હતો. તેમજ ભાવના પાંડે, કરિશ્મા કપૂર, સીમા ખાન, અને મહીપ કપૂર ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા. શ્વેતા બચ્ચન નંદા અને કરણ જોહર મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કરણ જોહરએ મનીષ મલ્હોત્રાની ડિઝાઈનર શેરવાની પહેરી હતી.