શ્રીદેવીની વિદાઇએ બોલિવૂડને શોકમગ્ન કર્યું   - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શ્રીદેવીની વિદાઇએ બોલિવૂડને શોકમગ્ન કર્યું  

શ્રીદેવીની વિદાઇએ બોલિવૂડને શોકમગ્ન કર્યું  

 | 3:53 am IST

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જે વાત ક્યારેય વિચારી જ ન હોય તે વાત બની જતી હોય છે. ગત અઠવાડિયે હિન્દી સિનેજગતમાં આવી જ ન વિચારેલી ઘટના બની ગઇ. એવી ઘટના જેનો શોક આખું સિનેજગત ભોગવી રહ્યું છે. ગત રવિવારે શ્રીદેવીએ માત્ર ૫૪ વર્ષની ઉંમરે આ ધરતી ઉપરથી અને હિન્દી સિનેજગતમાંથી વિદાઇ લીધી. આ દુઃખદ ક્ષણ શ્રીદેવીના ફેન્સ તેમજ હિન્દી સિનેજગત માટે વેઠવી કપરી બની હતી. ગત શનિવારે મોડી રાત્રે શ્રીદેવીના મૃત્યુના સમાચાર આવ્યાં હતાં, જોકે શરૂઆતમાં તો સોશિયલ મીડિયાએ આવી કોઇ અફવા ફેલાવી હોય તેમ લોકો માનતા હતા, પરંતુ બાદમાં શ્રીદેવીના પરિવાર તરફથી આ વાતની પુષ્ટી થતાં હિન્દી સિનેજગતને ઘણો મોટો ઝટકો લાગ્યો હતો. રવિવાર સવારથી જ શ્રીદેવીના પરિવારની પડખે ઊભા રહેવા માટે હિન્દી સિનેજગતની તમામ હસ્તીઓ અનિલ કપૂરના નિવાસસ્થાને પહોંચી હતી. શરૂઆતમાં અર્જુન કપૂર, સાઉથ સુપર સ્ટાર રજનીકાન્ત, રાની મુખરજી, કોરિઓગ્રાફર વૈભવી મર્ચંટ, રેખા, તબ્બુ, ફરાહ ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અનુપમ ખેર, માધુરી દિક્ષીત, જુહી ચાવલા, નિલીમા આઝીમ, નિર્વાણ ખાન, બચ્ચન પરિવાર, શાહરૂખ ખાન વગેરે અનેક લોકો પહોંચી ગયા હતા, અને આ દુઃખદ ઘડીએ પરિવારને સધીયારો આપ્યો હતો. આ સિવાય પણ ફિલ્મજગતની બીજી અનેક હસ્તી તેમજ ભારતના પીએમ મોદીએ ટ્વીટ કરીને શ્રીદેવીના પરિવારને હૈયાધારણા આપી હિન્દી સિનેજગતને સુપરસ્ટાર ખોવા બદલ સાંત્વના પાઠવી હતી. જેટલા પણ લોકો શ્રીદેવીના ઘરે સધીયારો આપવા પહાંેચ્યા હતા તે તમામના મોઢેથી માત્ર એક જ વાત સાંભળવા મળી રહી હતી કે શ્રીદેવીના મૃત્યુની ખબર માનવામાં જ નથી આવતી, હજી પણ મન અને મગજ આ વાતને સ્વીકારવા તૈયાર નથી કે ટેલેન્ટેડ એક્ટ્રેસ આપણી વચ્ચે નથી રહી.